સમન્સ/ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને કોર્ટે પાઠવ્યું સમન્સ,બહેન શમિતા અને સુનંદા શેટ્ટીને પણ હાજર રહેવાનું ફરમાન

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને સમન્સ જારી કર્યા છે. એક ઓટોમોબાઈલ ડીલરની ફરિયાદ બાદ આ સમન જારી કરવામાં આવ્યું છે

Top Stories Entertainment
શિલ્પા અભિનેત્રી શિલ્પા શેટ્ટીને કોર્ટે પાઠવ્યું સમન્સ,બહેન શમિતા અને સુનંદા શેટ્ટીને પણ હાજર રહેવાનું ફરમાન

મુંબઈની અંધેરી કોર્ટે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને સમન્સ જારી કર્યા છે. એક ઓટોમોબાઈલ ડીલરની ફરિયાદ બાદ આ સમન જારી કરવામાં આવ્યું છે. વેપારીએ તેના પર 21 લાખ રૂપિયા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. અંધેરી કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરી 2022ના રોજ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, મુંબઈની અંધેરી કોર્ટે એક બિઝનેસમેનની ફરિયાદ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને સમન્સ જારી કર્યા છે. બિઝનેસમેને તેના પર 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. આ સંદર્ભે કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ કર્યો છે.

ફરિયાદીએ એવો પણ દાવો કર્યો છે કે શિલ્પા શેટ્ટી, બહેન શમિતા અને માતા સુનંદા 2015માં તેના પિતા સુરેન્દ્ર શેટ્ટી દ્વારા વાર્ષિક 18 ટકા વ્યાજે કથિત રીતે ઉછીના લીધેલી લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી હતી.અહેવાલ મુજબ, ચેક સુરેન્દ્રની કંપનીના નામે આપવામાં આવ્યો હતો. એજન્સીના માલિકનો એવો પણ દાવો છે કે સુરેન્દ્રએ તેની પુત્રીઓ અને પત્નીને માંગેલી લોન વિશે જણાવ્યું હતું. જો કે, સુરેન્દ્ર લોન ચૂકવી શકે તે પહેલા, 11 ઓક્ટોબર 2016 ના રોજ તેનું મૃત્યુ થયું અને ત્યારથી શિલ્પા, શમિતા અને તેમની માતાએ લોન ચૂકવવાનો ઇનકાર કર્યો.