Not Set/ 25 રાજ્યોની 50 થી વધારે મહિલાઓ સાથે કર્યો દગો, અમદાવાદથી ધરપકડ

25 રાજ્યોની 50 થી વધારે મહિલાઓ સાથે દગો કરવાના આરોપમાં રિટાયર્ડ આર્મી કર્નલ ના સ્કૂલ ડ્રોપઆઉટ પુત્રની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સાઇબર સેલના ડીસીપી રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું કે જુલિયન ઉર્ફ સિદ્ધાર્થ મહેરા (42) લગ્નની વેબસાઈટ પર આર્મી મેજર હોવાનો દાવો કરતો હતો. જુલિયન આવી વેબસાઈટ પર મહિલાઓ સાથે દોસ્તી […]

Top Stories Gujarat
65835290 25 રાજ્યોની 50 થી વધારે મહિલાઓ સાથે કર્યો દગો, અમદાવાદથી ધરપકડ

25 રાજ્યોની 50 થી વધારે મહિલાઓ સાથે દગો કરવાના આરોપમાં રિટાયર્ડ આર્મી કર્નલ ના સ્કૂલ ડ્રોપઆઉટ પુત્રની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સાઇબર સેલના ડીસીપી રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું કે જુલિયન ઉર્ફ સિદ્ધાર્થ મહેરા (42) લગ્નની વેબસાઈટ પર આર્મી મેજર હોવાનો દાવો કરતો હતો.

જુલિયન આવી વેબસાઈટ પર મહિલાઓ સાથે દોસ્તી કર્યા બાદ એમને દગો દેતો હતો. ડીસીપીએ જણાવ્યું કે એક સડક હાદસા બાદ જુલિયનના બંને પગમાં સ્ટીલના સળિયા નાખવામાં આવ્યા હતા. તે ચાલી તો શકે છે, પરંતુ શારીરિક રીતે ફિટ નથી. તે અલગ-અલગ વેબસાઈટ પરથી કેટલાક હેન્ડસમ લોકોની તસવીરો પોતાની પ્રોફાઈલમાં મુકતો અને મહિલાઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો.

સાઇબર સેલના ઇન્ચાર્જ એસપી જેએસ ગેદ્દામએ કહ્યું કે એક મહિલાની ફરિયાદ બાદ જુલિયનની ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે જુલિયન ખુદને આર્મી મેજર ગણાવતો ,જે નલિયામા પોસ્ટેડ છે. મહિલાનું કહેવાનું છે કે જુલિયને તેણીને લગ્ન માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

આગળ જણાવ્યું કે સોશિયલ મેસેન્જર સાઈટ પર ચેટિંગ દરમિયાન જાન્યુઆરી 2018માં આર્મી હાઉઝિંગ સ્કીમ હેઠળ ઘર લેવા માટે 50 હજાર રૂપિયા ઉધાર માંગ્યા હતા. જે મહિલાએ આરોપીને આપ્યા હતા, ત્યારબાદ જુલિયને પૈસા પાછા ન આપ્યા તેમજ મહિલા સાથે બધા સંપર્કો પણ તોડી નાખ્યા હતા.

સાઇબર સેલના અધિકારીઓનું કહેવાનું છે કે એમણે જુલિયનના સેલફોનને ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ટ્રેક કરીને તેનું લોકેશન શોધતા તે ચાંદખેડામાં હોવાનું ખબર પડી. સાઇબર સેલ અધિકારીએ જણાવ્યું કે ત્યારબાદ અમે એ વિસ્તારમાં તપાસ શરુ કરી અને એની ભાડાના ઘરમાંથી ધરપકડ કરી.