Not Set/ જેતપુર : જુગારમાં દેવું થઇ જતા ઉદ્યોગપતિઓ પાસે ખંડણી ઉઘરાવતા બે ઝડપાયા

જુગારમાં દેવું થઇ જતાં તે ચૂકવવા માટે પોરબંદરની ગેંગના નામે જેતપુર શહેરના ચાર ઉદ્યોગપતિ પાસે 60 લાખની ખંડણી માગનાર બે શખ્સોની જેતપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મોબાઇલ ડિટેઇલના આધારે ઝડપી લીધા હતા. જેતપુરના કારખાનેદાર કીર્તિભાઇ પરસોતમભાઇ છાંટબારને 17 ઓક્ટોબરના રોજ મોબાઇલ પર ફોન આવેલ કે હું પોરબંદરથી ઓડેદરા બોલું છું. તું મોટો ઉદ્યોગપતિ છે […]

Top Stories Gujarat Others
jetpur two people arrest જેતપુર : જુગારમાં દેવું થઇ જતા ઉદ્યોગપતિઓ પાસે ખંડણી ઉઘરાવતા બે ઝડપાયા

જુગારમાં દેવું થઇ જતાં તે ચૂકવવા માટે પોરબંદરની ગેંગના નામે જેતપુર શહેરના ચાર ઉદ્યોગપતિ પાસે 60 લાખની ખંડણી માગનાર બે શખ્સોની જેતપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મોબાઇલ ડિટેઇલના આધારે ઝડપી લીધા હતા.

જેતપુરના કારખાનેદાર કીર્તિભાઇ પરસોતમભાઇ છાંટબારને 17 ઓક્ટોબરના રોજ મોબાઇલ પર ફોન આવેલ કે હું પોરબંદરથી ઓડેદરા બોલું છું. તું મોટો ઉદ્યોગપતિ છે અને તારે જો શાંતિથી જિંદગી પસાર કરવી હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે, જેથી કીર્તિભાઇ ગભરાઇ ગયા અને સિટી પોલીસ સ્ટેશને આવીને જાણ કરી હતી. પોલીસે તેઓ પાસેથી ખંડણી માગવાની અરજી લઇ તપાસ શરૂ કરી હતી.

શહેરના બીજા ઉદ્યોગપતિઓ રાજુભાઇ કોટડિયા, મયૂરભાઇ વેક‌િરયા અને જગદીશભાઇ સીતાપરા પાસેથી પણ કીર્તિભાઇને જે મોબાઇલ નંબર પરથી ફોન આવેલ તે નંબર પરથી જ ફોન કરીને 15 લાખની ખંડણી માગી હોવાની વાત બહાર આવી હતી. ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણીની માગને લઇ પોલીસે છટકું ગોઠવ્યું હતું.

ખંડણીખોરોએ કીર્તિભાઇને ખંડણીના પૈસા કુતિયાણા પાસેના વાડાસડા ગામ પાસે હાઇવે પર એક કેરીના બોક્ષમાં મૂકી દેવાનું જણાવેલું અને પૈસા લઇને ડ્રાઇવરને મોકલવાનું જણાવેલું. પોલીસે ડ્રાઇવર તરીકે પોતાની જ ટીમના એક કોન્સ્ટેબલને મોકલેલ, પરંતુ પૈસા મૂક્યા નહીં,

પોલીસને પણ ખંડણીખોરોનું લોકેશન મળી ગયું અને તેઓ ઓળખાણ પણ થઇ ગઈ હતી. પોલીસે પીયૂષ દોંગા અને તેના મિત્ર કિશોર રબારીની ધરપકડ કરી હતી. પીયૂષ ઘોડિપાસાનો જુગાર રમવાની આદત ધરાવતો હોય તેમાં તેના પર પાંચેક લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હોવાથી તેને દેવું ઉતારવા ખંડણી માગવાનો વિચાર આવ્યો હતો.