Not Set/ વિધાનસભા ચૂંટણી : MP, મિઝોરમ અને તેલંગાણામાં ભાજપે ખોલ્યા પોતાના પત્તા, જુઓ, આ યાદી

ભોપાલ,  ચાલુ વર્ષના અંતે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટોની વહેચણીને લઈ કોંગ્રેસમાં પહેલેથી જ ધમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના પત્તા ખોલવામાં આવ્યા છે. BJP releases first list of 177 candidates for Madhya Pradesh elections. […]

Top Stories India Trending
bjp flag 01 750 વિધાનસભા ચૂંટણી : MP, મિઝોરમ અને તેલંગાણામાં ભાજપે ખોલ્યા પોતાના પત્તા, જુઓ, આ યાદી

ભોપાલ, 

ચાલુ વર્ષના અંતે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટોની વહેચણીને લઈ કોંગ્રેસમાં પહેલેથી જ ધમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના પત્તા ખોલવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશમાં ભાજપ દ્વારા ૧૭૭ સીટો પર પોતાના ઉમેદવારોનું એલાન કરવામાં આવ્યું છે. સાથે સાથે BJPએ તેલંગાણામાં ૨૮ ઉમેદવારો અને મિઝોરમમાં પણ પાર્ટીના ૨૪ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

રાજધાની દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે ગુરુવારે મળેલી ખાસ બેઠક બાદ ત્રણ રાજ્યોમાં ઉમેદવારોની પ્રથમ યાદી ફાઈનલ કરાઈ હતી.

મધ્યપ્રદેશમાં જાહેર કરવામાં આવેલી ટિકિટોની વહેચણીની ખાસ વાત એ રહી હતી કે, શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં મંત્રી રહેલા માયા સિંહની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપ દ્વારા તેઓના સ્થાને સતીશ સિકરવારને મેદાનમાં ઉતાર્યા છે. નોધનીય છે કે, માયા સિંહ ગ્વાલિયર પૂર્વથી ચૂંટણી લડતા આવ્યા છે.

જો કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતાની પરંપરાગત સીટ બુધનીથી જ ચૂંટણી લડશે.

જુઓ, ત્રણ રાજ્યોમાં ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી :