Asian Games 2023/ ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે રચ્યો ઈતિહાસ, જીત્યો પ્રથમ વખત સિલ્વર મેડલ

ભારતીય પુરૂષ બેડમિન્ટન ટીમે એશિયન ગેમ્સની મેન્સ બેડમિન્ટન ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં ચીને ભારતને 3-2થી હરાવ્યું હતું.

Top Stories Sports
2 ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે રચ્યો ઈતિહાસ, જીત્યો પ્રથમ વખત સિલ્વર મેડલ

ભારતીય પુરૂષ બેડમિન્ટન ટીમે એશિયન ગેમ્સની મેન્સ બેડમિન્ટન ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં ચીને ભારતને 3-2થી હરાવ્યું હતું. વિશ્વનો સાતમો નંબરનો પ્રણય પીઠની ઈજાને કારણે રમી શક્યો નહોતો. લક્ષ્ય સેને પ્રથમ સિંગલ્સ મેચ જીતી હતી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ડબલ્સ મેચ જીતીને ભારતને 2-0ની લીડ અપાવી હતી. આ પછી, જવાબદારી કિદામ્બી શ્રીકાંત પર હતી, જેણે દક્ષિણ કોરિયા સામે સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે તે તે લય જાળવી શક્યો નહીં અને હારી ગયો. ચીને બાકીની બંને મેચ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

લક્ષ્ય સેને વિશ્વની છઠ્ઠા નંબરની શી યુકી સામેની પ્રથમ મેચ 22-20, 14-21, 21-18થી જીતી હતી. આ પછી વિશ્વની ત્રીજા નંબરની જોડી સાત્વિક અને ચિરાગે વિશ્વની બીજા નંબરની જોડી લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગને 21-15, 21-18થી હરાવ્યા. શ્રીકાંતને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન લી શિફેંગે 24-22, 21-9થી પરાજય આપ્યો હતો. બીજી ડબલ્સ મેચમાં ધ્રુવ કપિલા અને સાંઈ પ્રતિક કૃષ્ણ પ્રસાદને વિશ્વની આઠમાં ક્રમાંકિત જોડી લિયુ યુ ચેન અને યુ ઝુઆન યી સામે 21-6, 21-15થી હાર આપી હતી. પ્રણયની જગ્યાએ રમી રહેલા મિથુન મંજુનાથને વેંગ હોંગ યાંગે 21-12, 21-4થી હરાવ્યો હતો. આ હાર છતાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું, જેણે બેડમિન્ટનમાં બીજો સિલ્વર મેડલ જીત્યો. અગાઉ 2018માં પીવી સિંધુએ મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.