Not Set/ ઈન્ડોનેશિયામાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, ઓસ્ટ્રેલિયાનાં ઘણા શહેરો કરાયા ખાલી

એક વાર ફરી ઈન્ડોનેશિયા ભૂકંપનાં ઝટકાથી થથરી ગયું છે. સોમવારે પૂર્વની તિમોરમાં 7.3 તીવ્રતાથી ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર બાંદા સાગરની 214 કીલોમીટરની ઉંડાઇમાં હતો, જોકે વર્તમાનમાં સુનામીની કોઈ ચેતાવણી નથી. ભૂકંપનાં કારણે ઓસ્ટ્રેલિયાનાં ઘણા શહેરો ખાલી કરાવી દેવામાં આવ્યા છે. ભૂકંપનાં કારણે પૂર્વનાં તિમોરમાં ઘણા ઝટકા અનુભવાયા હતા. રોઇટર્સનાં જણાવ્યા અનુસાર, જેમ જેમ  ઝટકાઓં શરૂ […]

Top Stories
earthquake 33 ઈન્ડોનેશિયામાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, ઓસ્ટ્રેલિયાનાં ઘણા શહેરો કરાયા ખાલી

એક વાર ફરી ઈન્ડોનેશિયા ભૂકંપનાં ઝટકાથી થથરી ગયું છે. સોમવારે પૂર્વની તિમોરમાં 7.3 તીવ્રતાથી ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર બાંદા સાગરની 214 કીલોમીટરની ઉંડાઇમાં હતો, જોકે વર્તમાનમાં સુનામીની કોઈ ચેતાવણી નથી. ભૂકંપનાં કારણે ઓસ્ટ્રેલિયાનાં ઘણા શહેરો ખાલી કરાવી દેવામાં આવ્યા છે. ભૂકંપનાં કારણે પૂર્વનાં તિમોરમાં ઘણા ઝટકા અનુભવાયા હતા. રોઇટર્સનાં જણાવ્યા અનુસાર, જેમ જેમ  ઝટકાઓં શરૂ થયા તેમ, લોકો તેમના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા અને સલામત સ્થળે પહોચી ગયા. જો કે, હજી સુધી કોઈ જાનહાનીની ઘટનાની માહિતી નથી.

ઈન્ડોનેશિયાનાં જાણીતા શહેર બાલીમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા. લોકોએ આ માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. ઈન્ડોનેશિયાથી દૂર ઓસ્ટેલિયાનાં ડાર્વિન શહેરમાં ભૂકંપનાં આંચકાથી લોકોએ તેમના ઘરો છોડવાનું શરૂ કરી દીધુ છે, જે કેન્દ્રથી 700 કિમી દૂર છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન (એબીસી) એ આ વિશે જાણકારી આપી. અહીં કોઈપણ પ્રકારનું નુકસાન નથી થયુ. શરૂઆતમાં, ધરતીકંપની તીવ્રતા 7.2 પર બતાવવામાં આવી હતી પરંતુ પાછળથી તે 7.5 હોવાનુ બહાર આવ્યુ હતુ. ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 220 કિમીની ઊંડાઇએ હતું. ભૂકંપનાં કેન્દ્રની ઊંડાઈ ખૂબ ઓછી છે કારણ કે સુનામીનાં ભયથી તે કહેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.