Rajkot Accident/ રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત

રાજકોટઃ  રાજકોટ હવે સૌરાષ્ટ્રમાં અકસ્માતનું એપિકસેન્ટર બની રહ્યુ છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને પાંચથી વધુ લોકોને ઇજા થઈ છે. શનિવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં  Rajkot-Accident એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ લોકોને ઇજા થઈ છે. આ ઘટના રાજકોટ અમદાવાદ હાઇવે પર બની હતી. તેમા ફોર-વ્હીલર છકડો રીક્ષાને ટક્કર […]

Top Stories Rajkot Gujarat
ST Bus Accident રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત

રાજકોટઃ  રાજકોટ હવે સૌરાષ્ટ્રમાં અકસ્માતનું એપિકસેન્ટર બની રહ્યુ છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને પાંચથી વધુ લોકોને ઇજા થઈ છે. શનિવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં  Rajkot-Accident એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ લોકોને ઇજા થઈ છે. આ ઘટના રાજકોટ અમદાવાદ હાઇવે પર બની હતી. તેમા ફોર-વ્હીલર છકડો રીક્ષાને ટક્કર મારી પલાયન થઈ ગયો હતો, આ ટક્કરના લીધે રીક્ષા પલ્ટી ખાઈ જતા રીક્ષાચાલક કાનભાઈ લીંબડીયાનું મોત નીપજ્યું હતું. અમદાવાદ હાઇવે પર આવેલા બેટી ગામ પાસે ઘટના બની હતી. જેને લઈ ફોર વ્હીલર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે કાર ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પહેલા રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન Rajkot-Accident વિસ્તારમાં ગુરુવાર દસમી ઓગસ્ટે માત્ર પાંચ કલાકમાં હીટ એન્ડ રનના બે જેટલા બનાવ બન્યા હોવાનું સામે આવ્યું હતું. બંને બનાવમાં બે જેટલી વ્યક્તિના મોત નીપજતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં અમિત કાકડીયા (ઉવ.40) દ્વારા આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 તારીખે મારો ભત્રીજો સવારના સાત વાગ્યા આસપાસ હુડકો ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જઈ રહ્યો હતો. ત્યારે ખોખડદડ નદીના પુલ પાસે મોટરસાયકલ ત્રીજો હર્ષિદ કાકડીયાને (ઉવ.23) અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં મૃતક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પોતાનું Rajkot-Accident તેમજ પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કાકડીયા પરિવારે હાલ તો આશાસ્પદ દીકરાને ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.’

બીજી ઘટનામાં ચંદ્રભાણ ગુપ્તા (ઉવ.18) નામના વ્યક્તિ દ્વારા આજીડેમ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘10 તારીખે સરદાર ચોક પાસે બપોરના 12:00 વાગ્યાના અરસામાં મારા પિતા રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા (ઉવ.40) રેકડી લઈ સાઈબાબા સર્કલથી સરદાર ચોક તરફ જઈ રહ્યા હતા. ત્યારે ક્રેન ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે Rajkot-Accident તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તબીબ દ્વારા તેમને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Har Ghar Tiranga/પીએમ મોદીએ હર ઘર તિરંગા અંગે લોકોને અપીલ કરી, કહ્યુ- 13 થી 15 ઓગસ્ટ ઘર પર ત્રિરંગો ફરકાવો

આ પણ વાંચોઃ Video/સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચોઃ મારી માટી મારો દેશ/1971માં પાકિસ્તાનના એક જ રાતમાં દાંત ખાટા કરનાર માધાપરની વીરાંગનાઓને ગૃહમંત્રીએ કર્યું નમન

આ પણ વાંચોઃ પ્રસંશનીય કામગીરી/8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચોઃ આઝાદી કા અમૃત મહોત્સવ/ભારત-પાકિસ્તાન સરહદ પરના ગામો દેશભક્તિના રંગે રંગાયા,ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી, મારો દેશ