મારી માટી મારો દેશ/ 1971માં પાકિસ્તાનના એક જ રાતમાં દાંત ખાટા કરનાર માધાપરની વીરાંગનાઓને ગૃહમંત્રીએ કર્યું નમન

વર્ષ 1971ના પાક સાથેના યુદ્ધ દરમિયાન તાકીદના ધોરણે તૂટી પડેલા રન વેના વિકલ્પમાં નવો રન વે તૈયાર કરી દેનાર માધાપરની વીરાંગનાઓ નું સાલ વડે સન્માન કર્યું હતું.

Gujarat Others Trending
Untitled 105 1971માં પાકિસ્તાનના એક જ રાતમાં દાંત ખાટા કરનાર માધાપરની વીરાંગનાઓને ગૃહમંત્રીએ કર્યું નમન

 દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભગરૂપે આયોજિત મારી માટી મારો દેશ કાર્યક્રમના ઉપલક્ષમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છની મુલાકાતે ઉપસ્થિત રહ્યા છે. પૂર્વ કચ્છ ગાંધીધામમાં વિશાળ તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.

ગાંધીધામના ગાંધી માર્કેટથી ચાવલા ચોક સુંધી તિરંગા યાત્રા યોજવામાં આવી. તિરંગા યાત્રામાં ગાંધીધામના 3000થી વધુ લોકો યાત્રામાં જોડાયા હતા. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, કચ્છ ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય તેમજ ચૂંટાયેલા ધારાસભ્ય હાજર રહ્યા હતા. ભારત સરકારે ગયા વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM)ના નેજા હેઠળ ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું હતું.

માધાપર ખાતે આયોજિત મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ માં હાજર રહેલા રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ કોરિબારી તળાવ ખાતે પહોંચ્યા હતા. ગૃહમંત્રી સાથે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ આહીર અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે રહ્યા હતા. આંહી નવનિર્મિત વિર સ્મારકને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને હાથમાં પાણી લઈ દેશ હિતની રક્ષા ખાતે સદા તત્પર અને વફાદાર રહેવાના સપથ ગ્રહણ કર્યા હતાં.

ત્યારબાદ વર્ષ 1971ના પાક સાથેના યુદ્ધ દરમિયાન તાકીદના ધોરણે તૂટી પડેલા રન વેના વિકલ્પમાં નવો રન વે તૈયાર કરી દેનાર માધાપરની વીરાંગનાઓ નું સાલ વડે સન્માન કર્યું હતું.

આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ સાથે બનાવ્યો ભારતનો નકશો; જુઓ આ અદ્ભુત દૃશ્ય

આ પણ વાંચો:સુરતમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા માથું ધડથી અલગ

આ પણ વાંચો:GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા, ગેરકાયદ સ્ટિકર લગાવી સગેવગે

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!