નિરીક્ષણ/ આજે સવારે 10.00 કલાકે CM રૂપાણી કરશે વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તા. 20 મી મેના રોજ તૌકતે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા

Top Stories Gujarat
cm9apr1 1 આજે સવારે 10.00 કલાકે CM રૂપાણી કરશે વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તા. 20 મી મેના રોજ તાઉતે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે.આ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, ગુજરાત પર આવેલું આ વખતનું આ તાઉ’તે વાવાઝોડુ વિશિષ્ટ પ્રકારનું હતુ એટલું જ નહીં ભયાવહ અને વિનાશકારી પણ હતું.સોમવારે 17મી મેના રાત્રે 8.30 કલાકે જ્યારે ઉનાના દરિયાકાંઠેથી એ ગુજરાતમાં પ્રવેશ્યુ ત્યારે ૧૭૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ત્યારબાદ સતત 28 કલાક સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોને ધમરોળતું અને તીવ્ર પવન તથા વરસાદ સાથે આ વાવાઝોડું ઉના દરિયાકાંઠાથી લઈને ઉત્તરગુજરાતના બનાસકાંઠાની સરહદ સુધીના સમગ્ર વિસ્તારને ચીરીને ગુજરાત પરથી પસાર થયું.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં હાથ ધરાયેલી રિસ્ટોરેશન કામગીરીની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં 1200 જેટલા રસ્તાઓ બંધ થયા હતા તે પૈકી ૧૧૦૦ જેટલા રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે આ માટે માર્ગ અને મકાન વિભાગની 633 ટીમમાં 964 ઇજનેરો સહિત ૩૫૦૦થી વધુ શ્રમિકો 3538જેટલી મશીનરી અને સાધનો સાથે કાર્યરત થયા છે. બાકીના રસ્તા આવતી કાલ સાંજ સુધીમાં ચાલુ થઇ જશે એવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ વીજપુરવઠાની સ્થિતિની વિગતોમાં આપતાં જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ૬૬ કેવીના ૨૧૯ સબસ્ટેશન અસરગ્રસ્ત પામ્યા હતા તે પૈકી 152સબસ્ટેશન પુન:ચાલુ કરાયા છે આ માટે 15,000થી વધારે વીજકર્મીઓ સતત રીસ્ટોરેશન કામગીરીમાં જોડાયા છે. જે સબસ્ટેશનો હજુ અસરગ્રસ્ત છે તે ચાલુ કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે એમ તેમણે કહ્યું હતું.વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ તાઉ’તે વાવાઝોડાના કારણે રાજ્યના આશરે 2100 જેટલા ક્રીટીકલ મોબાઇલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા તે પૈકી 1500 જેટલા મોબાઇલ ટાવર ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ટાવર ચાલુ કરવાની કામગીરી પણ યુધ્ધના ધોરણે હાથ ધરી છે.

sago str 17 આજે સવારે 10.00 કલાકે CM રૂપાણી કરશે વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ