અત્યાર સુધીમાં કુલ 17 મેડલ જીત્યા છે. એટલે કે, અગાઉની તમામ પેરાલિમ્પિક રમતોનો રેકોર્ડ નોંધપાત્ર અંતરથી પાછળ રહી ગયો છે. આ સાથે ભારતીય ટીમે હવે પેરાલિમ્પિક ઓલટાઇમ હાઈ મેડલ જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે 1968 માં પેરાલિમ્પિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારથી 2016 સુધી, કુલ 95 ભારતીય રમતવીરો માત્ર 12 મેડલ જ જીતી શક્યા છે. જોકે, 2020 ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતની 54 ખેલાડીઓની ટીમે અત્યાર સુધીમાં 17 મેડલ જીત્યા છે.
ભારતના મનોજ સરકારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે જાપાનના દાયસુકે ફુજીહારાને સીધી ગેમ્સમાં 22-20 અને 21-13થી હાર આપી હતી. આ મેચ 47 મિનિટ સુધી ચાલી હતી. પ્રથમ ગેમ 27 મિનિટ અને બીજી ગેમ 19 મિનિટ સુધી ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રમોદ ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રમોદ ભગતે મેન્સ સિંગલ્સ SL3 કેટેગરીની ફાઇનલમાં ડેનિયલ બ્રેથેલને હરાવ્યો હતો. તે જ સમયે, આ જ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ભારતના મનોજ સરકારને ગયો. પ્રમોદ ભગતે 45 મિનિટ સુધી ચાલેલી મેચમાં ડેનિયલને 21-14, 21-17થી હરાવ્યો હતો. વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગત પણ ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી બન્યા છે.
ફાઇનલમાં પ્રમોદ કુમારનો સામનો 25 વર્ષના ડેનિયલ બ્રેથેલ સાથે થયો હતો. પ્રથમ ગેમમાં બંને વચ્ચે સારી લડાઈ હતી. પ્રથમ ગેમમાં ડેનિયલે શરૂઆતમાં આગેવાની લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રમોદે સારી વાપસી કરીને પ્રથમ ગેમ 21-14થી જીતી લીધી હતી. આ રમત 21 મિનિટ સુધી ચાલી હતી. આગળ, ડેનિયલે શરૂઆતમાં લાંબી લીડ બનાવી. એક સમયે પ્રમોદ 4-12થી પાછળ હતો. પરંતુ તેણે શાનદાર વાપસી કરી અને બીજી ગેમ 21-17થી જીતી લીધી.
ભારતના મનોજ સરકારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે જાપાનના દાયસુકે ફુજીહારાને સીધી ગેમ્સમાં 22-20 અને 21-13થી હાર આપી હતી.