Gujarat election 2022/ અમિત શાહની દસાડામાં ધડબડાટીઃ કોંગ્રેસ માટે આંબેડકર માટે કશું જ ન કર્યુ

વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળના ભાજપના પ્રચંડ પ્રચાર અભિયાનમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે આંબેડકરના નામનો ફક્ત ઉપયોગ જ કર્યો છે. બંધારણ રચાયા પછી કોંગ્રેસે આંબેડકરને વિસારે પાડી દીધા હતા.

Top Stories Gujarat
Amit shah 3 અમિત શાહની દસાડામાં ધડબડાટીઃ કોંગ્રેસ માટે આંબેડકર માટે કશું જ ન કર્યુ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat election 2022)ને લઈને ભાજપના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit shah) સુરેન્દ્રનગરના દસાડામાં (Dasada) રીતસરની ધડબડાટી બોલાવી હતી. વડાપ્રધાન મોદીના (PM Modi) નેતૃત્વ હેઠળના ભાજપના પ્રચંડ પ્રચાર અભિયાનમાં અમિત શાહે કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે આંબેડકરના (Ambedkar) નામનો ફક્ત ઉપયોગ જ કર્યો છે. બંધારણ રચાયા પછી કોંગ્રેસે આંબેડકરને વિસારે પાડી દીધા હતા. ફક્ત ચૂંટણી આવે એટલે વોટબેન્ક માટે આંબેડકરને યાદ કરી લેતી હતી. કોંગ્રેસે આંબેડકરનું સમખાવા પૂરતુ સ્મારક પણ બનાવ્યું નથી.

તેની સામે ભાજપની (BJP) સરકાર ગરીબોની બેલી છે. કોંગ્રેસે તેના શાસનમાં જેટલા કામ ગરીબો માટે કર્યા નથી તેટલા ભાજપે કર્યા છે. કોંગ્રેસે ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું, પરંતુ તેણે ગરીબીના બદલે ગરીબો હટાવ્યા. તેની સામે ભાજપે અને વડાપ્રધાન મોદીની સરકારે તેમના શાસનના ફક્ત આઠ વર્ષમાં જ ત્રણ કરોડ ગરીબોને ઘર આપ્યા. સાડા ત્રણ કરોડ ગરીબોને વીજળી પહોંચાડી અને ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત પૂરી પાડી. આદિવાસીઓને જમીનના હક્કો આપ્યા. કોંગ્રેસે ફક્ત ગરીબોની વાતો જ કરી કામ ન કર્યા.

કોંગ્રેસના શાસનમાં લોકોના સુખચેન અને સુખાકારી હરામ થઈ ગયા હતા. તેની સામે ભાજપના શાસનમાં છેલ્લા 20 વર્ષમાં કોઈ તોફાન થયા નથી. ગુજરાતની પ્રજા ભાજપના શાસનમાં શાંતિનું સુખ માણી રહી છે. સરકારના મજબૂત શાસનના લીધે આજે ગુજરાતમાં કોઈની પણ કાંકરીચાળો કરવાની હિંમત નથી. અમારુ શાસન તે સુશાસન અને નીતિનું શાસન છે.  કોંગ્રેસે દલિતો માટે કશું ન કર્યુ, ફક્ત રાજકારણ કર્યુ.તેઓને પછાત જ રાખ્યા. તમારો મત તે ફક્ત ભાજપને મળતો મત નથી, પણ કોંગ્રેસના પછાત રાજકારણને મળતો જવાબ છે.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ લવજિહાદ પછી કોમન સિવિલ કોડનો મુદ્દો ઉઠાવતા આસામના સીએમ હિમન્તા

Shraddha Murder Case/ શ્રદ્ધાએ પહેલા પણ પોલીસ ફરિયાદ કરી હતી,ગંભીરતા લેવાઈ