Asia Cup/ વરસાદના લીધે ભારતને જીતવા માટે હવે 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ,નેપાળ 230 રનમાં ઓલઆઉટ

કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ટોસ હાર્યા બાદ નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી

Top Stories Sports
9 3 વરસાદના લીધે ભારતને જીતવા માટે હવે 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ,નેપાળ 230 રનમાં ઓલઆઉટ

એશિયા કપ 2023ની 5મી મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ટોસ હાર્યા બાદ નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. નેપાળ તરફથી આસિફ શેખે (58) સૌથી વધુ રન બનાવ્યા હતા. સોમપાલ કામે 48 અને ઓપનર કુશલ ભુર્તેલે 38 રનનું યોગદાન આપ્યું હતું. દીપેન્દ્ર સિંહ એરીએ 28 રન અને ગુલશન ઝાએ 23 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ એક-એક શિકાર કર્યો હતો. ભારત અને નેપાળ વચ્ચે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમો બીજી વખત મેદાનમાં ઉતરી છે. જણાવી દઈએ કે, ભારતની પાકિસ્તાન સામેની પ્રથમ મેચ વરસાદથી ધોવાઇ ગઇ હતી નેપાળને તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 238 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.વરસાદના લીધે હવે ભારતે 23 ઓવરમાં 145 રન કરવાના છે.