Not Set/ રામજન્મભૂમિ કેસ : મુસ્લીમ પક્ષકારના વકિલે સતત પાંચ દિવસની સુનવણીનો વિરોધ કર્યો

દિલ્હી, સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સતત ચોથા દિવસે સુનાવણી શરૂ કરી છે. મુસ્લિમ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કોર્ટને જણાવ્યું હતું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે  કોર્ટ આ કેસની સુનાવણી માટે સંપૂર્ણ પાંચ દિવસ બેઠક કરશે. તેમણે પાંચ દિવસની સુનાવણી સામે વાંધો ઉઠાવ્યો હતો. રાજીવ ધવને પાંચ દિવસની સતત […]

Top Stories India
arjnnn 7 રામજન્મભૂમિ કેસ : મુસ્લીમ પક્ષકારના વકિલે સતત પાંચ દિવસની સુનવણીનો વિરોધ કર્યો

દિલ્હી,

સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સતત ચોથા દિવસે સુનાવણી શરૂ કરી છે. મુસ્લિમ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કોર્ટને જણાવ્યું હતું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે  કોર્ટ આ કેસની સુનાવણી માટે સંપૂર્ણ પાંચ દિવસ બેઠક કરશે. તેમણે પાંચ દિવસની સુનાવણી સામે વાંધો ઉઠાવ્યો હતો.

રાજીવ ધવને પાંચ દિવસની સતત સુનવણી સામે વાંધો ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું, “જો સુનાવણી અઠવાડિયામાં પાંચ દિવસ હોય તો તે યોગ્ય નથી અને કોર્ટને મદદ કરવી શક્ય નહીં બને. અમે કોર્ટની આ ગતિ સાથે ચાલી નહીં શકીએ. મને આ કેસને છોડવા મજબૂર થવું પડશે.

આના પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઈ) રંજન ગોગોઈએ કહ્યું, ‘અમે તમારી સમસ્યા સાંભળી છે. અમે તમને જલ્દી જ જાણ કરીશું.

અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેસની સુનાવણી અઠવાડિયામાં ત્રણ દિવસ થશે પરંતુ ચોથા દિવસે સુનાવણી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેસની સુનાવણી અઠવાડિયાના પાંચ દિવસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.