સુરત : સીંગણપોરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં સહકર્મી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. એક મહિના પહેલા સીંગણપોરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કોન્સ્ટેલબલ મહિલા હર્ષા ચૌધરીના આપઘાત કેસમાં સહકર્મી સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સહકર્મી પુરુષ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયે સામે ગુનો દુષ્પ્રેરણા અને દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં નવી અપડેટ સામે આવી છે. જે મુજબ પોલીસે સહકર્મી કોન્સ્ટેબલ પ્રશાંતની ધરપકડ કરી છે.
પોલીસે પુરુષ કોન્સ્ટેબલની કરી ધરપકડ
માર્ચ મહિનામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષા ચૌધરીએ આપઘાત કર્યો હતો. કોન્સ્ટેબલે આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે ‘મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન મને માફ કરી દેજો. મે વિશ્વાસ કર્યો એ જ મારો ગુનો છે. જેના પર વિશ્વાસ કર્યો તેણે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. હવે મને કોઈના ઉપર વિશ્વાસ નથી. હું જિંદગીથી કંટાળી ગઈ છું. મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો.’ મહિલા પોલીસ કોન્સ્ટેલબલના આપઘાત કેસની તપાસમાં સામે આવ્યું કે પ્રેમસંબંધમાં દગો મળતા કોન્સ્ટેબલે આ અંતિમ પગલું ભર્યું. સુસાઈડ નોટના આધારે પોલીસે સહકર્મી અને પ્રેમી પુરુષ કોન્સ્ટેબલ પ્રશાંતની પૂછપરછ કરી હતી.
શારીરિક સંબંધ બાંધ્યા બાદ આપ્યો દગો
મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસની તપાસમાં પોલીસની સામે અનેક વિગતો સામે આવી. એક પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે કોન્સ્ટેબલ હર્ષા ચૌધરી સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવે છે. દરમ્યાન તેમનો પરિચય કોન્સ્ટેબલ પ્રશાંત સાથે થયો. તેમનો સંબંધ વધુ ગાઢ થયો. હર્ષા અને પ્રશાંત એકબીજા સાથે ત્રણ વર્ષથી પ્રેમસંબંધમાં હતા. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હોવાનું તેમના મિત્ર વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. શારીરિક સંબંધ બાંધ્યા બાદ પુરુષ કોન્સ્ટેબલ લગ્ન કરવાની આનાકાની કરતા આખરે મહિલા કોન્સ્ટેબલ હર્ષા ચૌધરીએ આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું.
આ પણ વાંચો: બ્લેકમેલ કરી યુવતી પર બળાત્કાર ગુજાર્યો, મંગેતરને અશ્લીલ વીડિયો મોકલી તોડાવ્યા યુવતીના લગ્ન
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અયોધ્યાની મુલાકાતે, રામલલાના દર્શન અને સરયૂ પૂજન કરી હનુમાન આરતીમાં લેશે ભાગ