Flight Problem/ અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટના એન્જિનમાં ખામી

અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતા પરત લાવવી પડી હતી. આમ ગરમીની અસર એરલાઇન્સ ઉદ્યોગની ફ્લાઇટ્સ પર પણ થવા માંડી હોવાનું મનાય છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 05 01T122137.235 અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટના એન્જિનમાં ખામી

અમદાવાદઃ અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતા પરત લાવવી પડી હતી. આમ ગરમીની અસર એરલાઇન્સ ઉદ્યોગની ફ્લાઇટ્સ પર પણ થવા માંડી હોવાનું મનાય છે. સ્પાઇસજેટની અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટે સોમવારે વહેલી સવારે ઉડાન ભર્યાના થોડી જ મિનિટોમાં અમદાવાદ પરત લાવવી
પડી હતી.

અમદાવાદથી ફ્લાઇટ ચેન્નાઈ જવા ઉપડ્યા પછી 28 હજાર ફૂટની ઊંચાઈ પર હતી ત્યારે જ પ્લેનમાં ખામી સર્જાઈ હતી. તે સમયે એન્જિનમાં ખામી સર્જાઈ હતી. તેના લીધે ફ્લાઇટમાં બેઠેલા 170 પેસેન્જરોના જીવ અદ્ધરતાલ થઈ ગયા હતા. તેને લઈને ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર પરત લાવવી પડી હતી.

આના પગલે ફલાઇટ પરત લાવ્યા પછી પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી અમદાવાદથી ચેન્નાઈની ફ્લાઇટના 170 મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. આમ પહેલા તો મુસાફરો 28 હજાર ફૂટ હવામા હતા ત્યારે તેમનો જીવ તાળવે ચોંટયો અને ફ્લાઇટ પરત આવી ત્યારે ચેન્નાઈ માટે તેમને પરત લઈ જવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ કંટાળ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

આશ્ચર્યની વાત તો એ છે કે આ રીતે દરેક એરલાઇન્સના પ્લેનમાં ખામી સર્જાય છે અને બેકઅપના અભાવે મુસાફરે રઝળે છે. તેની સામે ડીજીસીએ એરલાઇન્સને ફક્ત દંડ ફટકારીને બેસી જાય છે. પણ ડીજીસીએ તેવી પોલિસી લાવતું નથી કે દરેક એરલાઇન્સ બેક-અપ પોલિસી રાખે.

વાસ્તવમાં ડીજીસીએએ દરેક એરલાઇન્સને ફરજ પાડવી જોઈએ કે આ રીતે જ્યારે પણ પ્લેનની ખામીના લીધે પ્લેન પરત આવે અને તેમા રહેલા મુસાફરો રઝળી પડે તેના બદલે બીજી એરલાઇન્સની ફ્લાઇટ તેમા જતી હોય તે તેમા તેમને ગોઠવી આપવાની વ્યવસ્થા કરવાની તેમને ફરજ પાડવામાં આવે. તેની સાથે દરેક એરલાઇન્સને તેની સીટના અમુક ટકા રિઝર્વ રાખવાનો પણ નિયમ અમલમાં મૂકવો જોઈએ, જેથી આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે પણ આવે ત્યારે પરત આવેલા પ્લેનના મુસાફરોની વ્યવસ્થા થઈ જાય. વાસ્તવમાં આ માટે બધી એરલાઇન્સને એકબીજા સાથે કરાર કરવાની ફરજ પાડવી જરૂરી છે. કમસેકમ લો-કોસ્ટ એરલાઇન્સને તો આ માટે ફરજ પાડી જ શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે