કોવિડ વેકસીન બનાવનાર વિદેશી કંપની AstraZenecaની કબૂલાતથી વિશ્વમાં ઉહાપોહ મચ્યો છે. કંપનીની કબૂલાત બાદ ભારતમાં પણ કોવિશિલ્ડ વેકસીનને લઈને લોકોમાં વિવાદ ઉદભવ્યો છે. વિરોધ પક્ષે પણ સરકારને આડેહાથ લેતા વેકસીનને લઈને સવાલ પૂછવામાં આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહે ભાજપ પર નિશાન સાધતા વેકસીન મામલે સવાલ ઉઠાવ્યા છે.
કોવિશિલ્ડ વેકસિનને લઈ કોંગ્રેસ નેતા શક્તિસિંહે વેકસીન મામલે ભાજપ અને કેન્દ્ર સરકારને ઘેરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આપણા દેશમાં વેકસીનના પેટા મીટરનો કોઈ ડેટા નથી. શક્તિસિંહનું કહેવું છે કે રાજ્યમાં દિનપ્રતિદિન હાર્ટએટેકના કેસો વધતા મેં સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ આ મામલે સરકાર બેદરકાર દેખાઈ રહી છે. સરકારે કોઈની ચિંતા ના કરી. મફત વેકસિનના નામે કરોડો રૂપિયા કંપનીને ચૂકવ્યા. દેશના તમામ લોકોને અપાયેલ કોવિશિલ્ડ વેકસીનની આડઅસરો અંગે સરકાર તરફથી માહિતી આપવી જોઈતી હતી. આ મામલે સરકારની ભૂલ થઈ છે જેનો તેઓ સ્વીકાર કરતા નથી.
AstraZeneca કંપનીએ સ્વીકાર કર્યું છે કે કોવિડ-19ની રસથી કેટલીક આડ અસર થઈ શકે છે. કંપનીના આ સ્વીકાર સાથે ભારતમાં પણ વેકસીન મુદ્દાનો મધપૂડો છંછેડાયો છે. કોવિડ સમયે લોકોના રક્ષણ માટે સરકાર તરફથી તમામ લોકોને કોવિશિલ્ડ રસી આપવામાં આવી. કોરોના રોગચાળા દરમ્યાન ભારતની સિરમ ઇન્સ્ટીયૂટ દ્વારા AstraZenecaના પ્રમાણપત્ર હેઠળની કોવિશિલ્ડ વેકસીન ભારતના લોકોને સરકાર તરફથી મફત આપવામાં આવી હતી. યુકેમાં AstraZeneca કંપની સામે વેકસીનથી થતી હાર્ટએટેક અને મૃત્યુ જેવી ગંભીર આડઅસરોને લઈને કેસ ચાલી રહ્યો છે. જેમાં કંપનીએ સ્વીકાર કર્યું કે કોવિડ વેકસીનથી લોહી ગંઠાઈ જવા તેમજ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સાથે થ્રોમ્બોસિસ નામની દુર્લભ આડ અસર જોવા મળે છે. જો કે આ સાથે કંપનીએ એ પણ જણાવ્યું છે કે આવું કેટલાક કિસ્સામાં જ જોવા મળે છે.
આ પણ વાંચો: બ્લેકમેલ કરી યુવતી પર બળાત્કાર ગુજાર્યો, મંગેતરને અશ્લીલ વીડિયો મોકલી તોડાવ્યા યુવતીના લગ્ન
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અયોધ્યાની મુલાકાતે, રામલલાના દર્શન અને સરયૂ પૂજન કરી હનુમાન આરતીમાં લેશે ભાગ