Not Set/ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર : બોમ્બે હાઈકોર્ટે વણજારા સહિતના અન્ય પોલીસકર્મીઓને કર્યા આરોપ મુક્ત

મુંબઈ, રાજ્યના બહુચર્ચિત એવા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે પૂર્વ ATS પ્રમુખ ડી જી વણજારા સહિતના અન્ય પોલીસકર્મીઓ માટે સોમવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા આ કેસ મામલે વણજારા સહિતના પોલીસકર્મીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. વણઝારા સહિતના પોલીસકર્મીઓને કરાયા આરોપ મુક્ત આ પહેલા નીચલી કોર્ટ દ્વારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર […]

Ahmedabad Top Stories Gujarat Trending
vanzara સોહરાબુદ્દીન એન્કાઉન્ટર : બોમ્બે હાઈકોર્ટે વણજારા સહિતના અન્ય પોલીસકર્મીઓને કર્યા આરોપ મુક્ત

મુંબઈ,

રાજ્યના બહુચર્ચિત એવા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે પૂર્વ ATS પ્રમુખ ડી જી વણજારા સહિતના અન્ય પોલીસકર્મીઓ માટે સોમવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા આ કેસ મામલે વણજારા સહિતના પોલીસકર્મીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે.

વણઝારા સહિતના પોલીસકર્મીઓને કરાયા આરોપ મુક્ત

23bmSohrab સોહરાબુદ્દીન એન્કાઉન્ટર : બોમ્બે હાઈકોર્ટે વણજારા સહિતના અન્ય પોલીસકર્મીઓને કર્યા આરોપ મુક્ત
gujarat-mumbai -sohrabddin-encounter-case-bombay-high-court-discharged-cops-including-dg-vanzara

આ પહેલા નીચલી કોર્ટ દ્વારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે ડી જી વણઝારા, ગુજરાત કેડર બેચના IPS અધિકારી રાજકુમાર પાંડિયન, પૂર્વ ATS પ્રમુખ ડી જી વણજારા, રાજ્યના પોલીસ અધિકારી એન કે અમીન, રાજસ્થાન કેડર બેચના IPS અધિકારી દિનેશ એમ એન અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપત સિંહ રાઠોડને આરોપ મુક્ત કર્યા હતા.

આ ઉપરાંત બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગુજરાતના IPS અધિકારી વિપુલ અગ્રવાલને આરોપ મુક્ત કર્યા છે. જો કે આ પહેલા નીચલી કોર્ટ દ્વારા ગત વર્ષે વિપુલ અગ્રવાલને આરોપમુક્ત કરવાની અરજી ફગાવી દીધી હતી.

CBIની તપાસમાં ઠેરવવામાં આવ્યા દોષિત

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચર્ચિત એવા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે તેઓના ભાઈ રૂબાબુદ્દીન અને CBI દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ મામલે CBI દ્વારા ડી ની વણજારા સહિતના અન્ય પોલીસકર્મીઓને તપાસમાં દોષિત ઠેરવ્યા હતા.

CBIએ ગણાવ્યું હતું ફેક એન્કાઉન્ટર

આ ઉપરાંત CBI દ્વારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટરને ફેક એન્કાઉન્ટર તરીકે ગણાવ્યું હતું, જયારે પોલીસનું કહેવું હતું કે, સોહરાબુદ્દીનના સંબંધ આતંકિયો સાથે જોડાયેલા છે.

શું છે આ કેસ ?

CBI દ્વારા રજુ કરવામાં આવેલી ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં એક શંકાસ્પદ ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેઓની પત્ની કૌસર બીને ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ હૈદરાબાદમાંથી અપહરણ કયું હતું અને ત્યારબાદ નવેમ્બર, ૨૦૦૫માં એક ફેક એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યા હતા.