Not Set/ Video: પેટ્રોલના ભાવવધારાને પગલે રાજ્યમાં ઠેરઠેર ચક્કાજામ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદ, સમગ્ર ભારતમાં બંધનું એલાન કરવામાં આવ્યુ..પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવો સહિત વધતી મોંઘવારીને પગલે કોંગ્રેસના કાર્યકરો દ્વારા બંધ કરાયુ. ત્યારે કેશોદમાં કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્વ બંધ  કર્યુ. ત્યારે ભારત બંધને પગલે નવસારીમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં બંધ કરાયુ. કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા ઉપર બંધ કરાવવા નીકળ્યા હતા. શહેરના રેલવે સ્ટેશન […]

Top Stories Gujarat Videos
mantavya news 18 Video: પેટ્રોલના ભાવવધારાને પગલે રાજ્યમાં ઠેરઠેર ચક્કાજામ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદ,

સમગ્ર ભારતમાં બંધનું એલાન કરવામાં આવ્યુ..પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવો સહિત વધતી મોંઘવારીને પગલે કોંગ્રેસના કાર્યકરો દ્વારા બંધ કરાયુ. ત્યારે કેશોદમાં કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્વ બંધ  કર્યુ. ત્યારે ભારત બંધને પગલે નવસારીમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં બંધ કરાયુ.

કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા ઉપર બંધ કરાવવા નીકળ્યા હતા. શહેરના રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસી કાર્યકરોએ બંધ કરાયુ. ત્યારે નવસારી સહિત રાજકોટમાં પણ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

રાજકોટ કાર્યકારી પ્રમુખ સહિત અન્ય કાર્યકરોની અટકાયત કરાઇ..દુકાન, શાળા અને કોલેજ બંધ કરાવવા ગયેલ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ સહિત ખેડામાં પણ પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારાના મુદ્દે જિલ્લા કોંગ્રેસ સંગઠને ગુલાબનું ફૂલ આપી દુકાનો બંધ કરાવી હતી.

બનાસકાંઠામાં બંધના એલાનને લઇ પાલનપુરમાં કોંગ્રેસ કાર્યકરો આગેવાનોએ દુકાનો બંધ કરાવી..કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે બંધ કરાવ્યુ. પાલનપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

અરવલ્લીમાં પણ કોંગ્રેસ દ્વારા અપાયેલ ભારત બંધની અસર મેઘરજમાં પણ જોવા મળી..મંત્રી રમણ પાટકારના આગમન અગાઉ કોંગી કાર્યકરો એ ટાયર સળગાવી રસ્તા રોક્યા. નગરના સંપૂર્ણ બજારો બંધ રહ્યા.

કોંગી કાર્યકરો વિરોધ કરવા રસ્તા પર બેઠ્યા. ત્યારે પોલીસની સમજાવટથી મેઘરજના મુખ્ય રસ્તા ખુલ્લા કરાયા હતા..સાબરકાંઠાના હિંમતનગરમાં પણ બજાર બંધ કરાવ્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરાઇ મહિલા સહિતના 50 જેટલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.