પેપર લીક કાંડ/ હેડ ક્લાર્ક પેપર લીક મામલે આવ્યા મોટા સમાચાર, પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા

હેડ ક્લાર્કની પરીક્ષા પૂર્વે પેપર લીક થતા હજારો ઉમેદવારો નિરાશ થયા છે. ત્યારે આ સમગ્ર મામલે તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat Others
પેપર લીક
  • હેડ ક્લાર્ક પેપર લીક મામલે મોટા સમાચાર
  • અંતે રા.સરકારે સ્વિકાર્યું પેપર લીક થયું
  • સમગ્ર મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • પ્રાંતિજ પોલિસ સ્ટે.માં ગુનો દાખલ કરાયો
  • તપાસ દરમ્યાન 10 ગુનેગારો આવ્યા સામે
  • 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા
  • હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલો..
  • પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
  • ૧૦ આરોપી ના મુખ્ય સૂત્રધાર તરીકે નામ ખુલ્યા
  • છ મુખ્ય સૂત્રધારની ધરપકડ

નોકરી મેળવવાની આશાએ પરીક્ષા આપતા ઉમેદવારો માટે પેપર લીક એક ખરાબ સ્વપ્ન બરાબર સાબિત થયુ છે. ત્યારે હવે રાજ્યમાં જે હેડ ક્લાર્કનું પેપર લીક થયુ હતુ તે મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો – ઓમિક્રોનની દહેશત / અમેરિકાના રાષ્ટ્રપતિએ ઓમિક્રોન મામલે આપી ચેતવણી,દેશને જાગૃત રહેવા સૂચન,બુસ્ટર ડોઝ પર ભાર

આપને જણાવી દઇએ કે, હેડ ક્લાર્કની પરીક્ષા પૂર્વે પેપર લીક થતા હજારો ઉમેદવારો નિરાશ થયા છે. ત્યારે આ સમગ્ર મામલે તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે રાજ્ય સરકાર પેપર લીક થયુ જ નથી તેવુ માનીને ચાલી રહી હતી તે હવે સ્વીકારે છે કે હા પેપર લીક જરૂર થયુ છે. વળી આ સમગ્ર મામલે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યુ છે. આ સમગ્ર મામલો પ્રાતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેની તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે. જે તપાસ દરમિયાન 10 ગુનેગારો સામે આવ્યા છે, જેમા 6 લોકો પોલીસની ઝપટે આવ્યા છે.

આ પણ વાંચો – ભયાવહ આગ /  સુરેન્દ્રનગરના મૂળીના ખંપાળીયા ગામે ઘરમાં આગ લાગતા રોકડ સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ

સમગ્ર મામલે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન-

આપને જણાવી દઇએ કે, હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલે ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યુ છે કે, ગૌણ સેવા દ્વારા હેડ ક્લાર્ક ની પરીક્ષા બાબતે થોડા દિવસ પહેલા પ્રેસ દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા મામલો સામે આવ્યો હતો. જે બાદ પહેલા દિવસથી વિવિધ પાસાઓ પર તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ખાસ કરીને આ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને છટકી જવાની તક ન મળે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. આ મામલે તપાસને લઇને પોલીસની 24 ટીમ બનાવાઇ છે. લગભગ 88 હજાર લોકોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી. યુવાનોએ નોકરીનાં સપના જોયા હોય એવી આશાથી યુવાનો મહેનત કરતા હોય છે, ત્યારે આવી ઘટના એક મોટો પ્રશ્ન ઉભો કરે છે. આ પેપર લીકનાં મામલે પોલીસે 3 દિવસ અલગ-અલગ તપાસ કરી છે. જેમા 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પ્રાંતિજ પોલીસમાં ગુનો પણ દાખલ કરાયો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં 10 લોકોનાં નામ પણ સામે આવ્યાં છે. FIR માં 10 લોકો આરોપી તરીકે નોંધાયેલા છે. આ કેસમાં અમે હજુ વધુ કલમો ઉમેરવા જઇ રહ્યાં છીએ. આ મામલે મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક કર્યું છે. દેશમાં ક્યાંય પગલાં ન લેવાયાં હોય તેવાં અમે પેપર લીક કાંડમાં પગલાં લઇશું. ભવિષ્યમાં ગુજરાતનો કોઈ યુવાન આવી હિંમત ન કરે તે દાખલો બેસાડવા માં આવશે. 18 જેટલી બેઠકો અત્યાર સુંધી કરવામાં આવી છે.’ વધુમાં સંઘવીએ કહ્યુ કે, પેપર ફોડનારની ધરપકડ કરી લોકોને વિશ્વાસ અપવવા માંગુ છું.

આપને જણાવી દઇએ કે, હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCBએ 6 લોકોની ધરપકડ કરી છે.

આરોપીઓનાં નામ આ મુજબ છે…

-મહેશ કમલેશભાઇ પટેલ, અમદાવાદ

-ચિંતન પ્રવીણભાઇ પટેલ, પ્રાંતિજ

-ધ્રુવ ભરતભાઇ બારોટ, બેરણા

-દર્શન કિરીટભાઇ વ્યાસ

-સુરેશ પટેલ

-કુલદિપ નલીનભાઇ પટેલ, હિંમતનગર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…