Not Set/ કોંગ્રેસના આ સાંસદે ઉઠાવ્યા સવાલ, કહ્યું – દર્દીઓને હોસ્પિટલમાં નથી મળતા….

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ સ્ફોટક બની ગઈ છે અને દરરોજ રાજ્યમાં ૩૦૦૦થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓ અને શહેરોની હોસ્પિટલ ભૂલ ભરાઈ ગઈ છે,

Gujarat Others
A 86 કોંગ્રેસના આ સાંસદે ઉઠાવ્યા સવાલ, કહ્યું - દર્દીઓને હોસ્પિટલમાં નથી મળતા....

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ સ્ફોટક બની ગઈ છે અને દરરોજ રાજ્યમાં 3000 થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓ અને શહેરોની હોસ્પિટલ ભૂલ ભરાઈ ગઈ છે, ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈ કોંગ્રેસના સાંસદે કહ્યું કે, દર્દીઓને ICUના બેડ અને વેન્ટિલેટર મળતા નથી, જેથી તેમણે સરકારને તાત્કાલિક વ્યવસ્થા માટે વિનંતી કરી છે. સાથે તેમને અમદાવાદમાં પણ જરૂરીયાતમંદ દર્દીઓને ICUના બેડ અને વેન્ટીલેટર મળતા નથી એમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :જુહાપુરામાં કોરોનાએ પરિસ્થિતિ બગાડી, 24 કલાકમાં વધુ બેના મોત સાથે કુલ મૃત્યુઆંક 14

શક્તિસિંહ ગોહિલે કોરોનાની આ સ્થિતિને જોતા સરકારને રાજ્યમાં યોગ્ય મેડીકલ વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે અને સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, એક બાજુ રાજ્યની સરકારે મોટી વાતો કરતા કોરોના માટે 1200 બેડની હોસ્પિટલની વ્યવસ્થા કરી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ હોસ્પિટલમાં ICU બેડ માત્ર 300 જ છે અને તંત્ર પાસે આ મામલે જવાબ પણ નથી.

આ સાથે શક્તિસિંહ ગોહિલે સરકારને કોરોના વાયરસની હાલની સ્થિતિને ગંભીરતાથી લેવા અને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરવા માટે તેમજ નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે એવી અપીલ કરી છે.

આ પણ વાંચો :ગોમટા માં  25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરાયું

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં માર્ચ મહિનાથી શરૂઆતથી કોરોનાનાઈ નવી લહેરે હાહાકાર મચાવી દીધો છે અને હાલમાં દરરોજ 3000 થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે .

આ પણ વાંચો :અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નવા ટેરર મોડ્યુઅલનો કર્યો પર્દાફાશ, 3 આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો :CM રૂપાણીના ભાઈનો પરિવાર કોરોનાની ઝપેટમાં, 5 સભ્યો થયા હોમ આઇસોલેટ