ભગવાન જગન્નાથજી મંદિર ઐતિહાસિક અને શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ચુક્યું છે.આશરે 200 વર્ષ પહેલા રામાનંદ સંપ્રદાના સાધુઓ વિચરણ કરતા કરતા જમાલપુર ગામમાં આવેલા ખેતરમાં પહોંચ્યા હતા.જ્યાં હનુમાનદાસજી મહારાજે ખેતરમાં હનુમાન દાદાની મુર્તિની સ્થાપના કરી હતી.
જમાલપુર ગામના રામજી પટેલના ખેતરમાં હનુમાન દાદાની મુર્તિની સ્થાપના બાદ જગન્નાથ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. નરસિંહ દાસજી મહારાજની પ્રેરણાથી સૌ પ્રથમ રથયાત્રા વર્ષ 1887 માં આયોજીત કરાઈ હતી. આજે જગન્નાથ મંદિર ભવ્યાતિભવ્ય અને કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ચુક્યું છે.
અમદાવાદનું જગન્નાથ મંદિર કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કરોડો શ્રધ્ધાળુઓના હ્રદયમાં ભવ્યાતિભવ્ય રથથયાત્રા મહોત્સવનો થનગનાટ જાવા મળી રહ્યો છે. અત્યારે ચીક્કાર ભીડ અને સતત ધમધમતતો રહેતો જમાલપુર વિસ્તાર આશરે 200 વર્ષ પહેલાં વિશાળ ખેતરોથી હર્યોભર્યો હતો. 200 વર્ષ પહેલાં રામાનંદ સંપ્રદાયના સાધુઓ વિચરણ કરતા કરતા જમાલપુર ગામની સીમમાં આવેલા રામજી પટેલના ખેતરમાં વિરામ કરવા રોકાયા હતા.
જ્યાં સાધુઓએ ચમત્કાર સર્જી એક વ્યક્તિને સજીવન કરી હતી.રામજી પટેલના ખેતરમાં જ હનુમાન દાદાની મુર્તિની સ્થાપના કરી હતી.સમય વિતતાં જગન્નાથ મંદિરની સ્થાપના કરવામાં આવી.
જ્યાંના પ્રથમ મહંત હનુમાનદાસજી 95 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા.ત્યારબાદ અનુક્રમે સારંગદાસજી, બાગમુકુંદદાસજી, નરસિંહદાસજી, સેવાદાસજી, મહામંડલેશ્વર રામહર્ષાસજી, રામેશ્વરદાસજી ગાદીપતિ બન્યા હતા. હાલ દિલિપદાસજી ગાદીપતિ તરીકે મંદિરની જવાબદારી સંભાળી રહ્યા છે. નરસિંહદાસજી મહારાજે 1954 માં ચોર્યાયી કરી હતી.
નરસિંહદાસજીની પ્રેરણાથી સૌ પ્રથમ રથયાત્રા વર્ષ 1887 માં યોજાઈ હતી. હાલ પણ પરંપરાગત રુટ પરથી જ રથયાત્રા નીકળે છે. વર્ષ 1879 માં સર્વ પ્રથમવાર સરસપુરમાં ભગવાનનું મોસાળું કરવામાં આવ્યું હતું. અત્યારે ભગવાનના મામેરુ 25 વર્ષ સુધીની યાદી તૈયાર છે. સૌ પ્રથમ રથયાત્રા બળદગાડામાં નિકળી હતી. અત્યારે ખલાસી ભાઈઓ દ્વારા ભવ્યાતિભવ્ય અને કલાત્મક ત્રણ રથ તૈયાર કરાયા છે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદિઘોષ, બલરામજીના રથનું નામ તલદ્વજ અને સુભદ્રાજીના રથનું નામ કલ્પદ્વજ છે. ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા પર નકળશે. 24 કિલોમીટર લાંબા રથયાત્રા રુટ પરથી ભગવાનના રથો નિકળશે ત્યારે કરોડો શ્રધ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન કરી જીવનને ધન્ય ધન્ય બનાવ્યાની અનુભુતિ કરશે.