ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ ગ્રા.પં.ની ચૂંટણીનાં મતદાનને બે કલાક પૂર્ણ, સરેરાશ 10.5 ટકા મતદાન

આજે (રવિવારે) સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ થઇ રહ્યું છે. શરૂઆતનાં બે કલાકમાં સરેરાશ મતદાન 10.5 ટકા થયું છે.

Top Stories Gujarat Others Gram Panchayat Election 21
મતદાન
  • ગ્રા.પં.ની ચૂંટણીનાં મતદાનને બે કલાક પૂર્ણ
  • બે કલાકમાં સરેરાશ 10.5 ટકા મતદાન
  • વહેલી સવારથી લોકો મતદાન માટે જોડાયા
  • સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ
  • આગામી 21મી ડિસેમ્બરે હાથ ધરાશે મતગણતરી

આજે (રવિવારે) સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ થઇ રહ્યું છે. શરૂઆતનાં બે કલાકમાં સરેરાશ મતદાન 10.5 ટકા થયું છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારમાં ઠંડીનાં માહોલમાં  પણ લાંબી કતારોમાં ઉભા રહીને મતદાન કરવા પહોંચી ગયા છે.

આ પણ વાંચો – સાવધાન! / રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી, સુરત અને આણંદમાં પણ નોંધાયા કેસ

રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને પગલે ગામડાઓમાં મોટી સંખ્યામાં લોકો ભરશિયાળે બહાર આવ્યા છે અને આ ફૂલ ગુલાબી ઠંડીમાં ચા ની ચુસ્કી લેતા લાંબી કતારોમાં ઉભા જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર સજ્જ છે. રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતનાં સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.

આ પણ વાંચો – ગ્રામ પંચાયત ચૂંટણી 2021 / રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 8690 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. આ ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે 53 હજાર 507 સભ્યો ચૂંટવા માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે