Accident/ મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત,52થી વધુ ઇજાગ્રસ્ત,મૃત્યુઆંક વધે તેવી સંભાવના

રાજ્યના સીધીમાં ગમખ્વાર અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 52 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Top Stories India
9 2 6 મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત,52થી વધુ ઇજાગ્રસ્ત,મૃત્યુઆંક વધે તેવી સંભાવના

madhiyapardesh:   રાજ્યના સીધીમાં ગમખ્વાર અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 52 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બારોખર ગામ નજીક મોહનિયા ટનલ પાસે થયો હતો. જ્યાં એક ઝડપભેર ટ્રકે બસને ટક્કર મારી હતી. સીધી કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રીવા કમિશ્નર અને આઈજી ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ઘાયલોને રીવા મેડિકલ કોલેજ અને સિધી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ સતનામાં કોલ જનજાતિ મહાકુંભ માટે ગઈ હતી. પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. ટક્કર બાદ બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ 3 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

madhiyapardesh મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.રેવાથી સીધી વચ્ચે થયેલા આ બસ અકસ્માત અંગે મુખ્યમંત્રી બંને જિલ્લાના વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે. તેમણે અધિકારીઓને બચાવ કામગીરી માટે સૂચના આપી છે.

માહિતી આપતા સ્ટેશન madhiyapardesh ઈન્ચાર્જ ચુર્હત સતીશ મિશ્રાએ જણાવ્યું કે ટ્રકે બે બસને ટક્કર મારી. જેમાંથી એક બસ પલટી ખાઈ ગઈ હતી અને બીજી બસ ધડાકાભેર અથડાઈ હતી. પલટી ગયેલી બસમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે સંજય ગાંધી મેડિકલ કોલેજ, રીવા ખાતે મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના સીધીમાં ગમખ્વાર અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 52 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બારોખર ગામ નજીક મોહનિયા ટનલ પાસે થયો હતો. જ્યાં એક ઝડપભેર ટ્રકે બસને ટક્કર મારી હતી. સીધી કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ચુકાદો/ સાત વર્ષની માસૂમ સાથે રેપ વિથ મર્ડર મામલે આરોપીને કોર્ટે આપી ફાંસીની સજા