અમદાવાદમાં નશાનું વાવેતર/ લો બોલો યુનીવર્સીટી બાદ હવે કોર્પોરેશન નર્સરીમાં પણ ગાંજો ??

અમદાવાદ કોર્પોરેશનના રિવરફ્રન્ટના પાર્કિંગમાં ગાંજાના છોડ મળ્યા હતા.વિજય ચાર રસ્તા પાસે આવેલા સૌરભ ગાર્ડન પાસે પણ ગાંજો હોવાની શક્યતા છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 74 લો બોલો યુનીવર્સીટી બાદ હવે કોર્પોરેશન નર્સરીમાં પણ ગાંજો ??

@મેહુલ દુધરેજીયા 

રાજ્યમાં નશાનો વેપલો વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. નશાના સોદાગરો ખુલ્લેઆમ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.અને યુવાઓને નશાના રવાડે ચડાવી રહ્યા છે.અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટીના બોયઝ હોસ્ટેલમાં ગાંજાના છોડ હોવાનો પર્દાફાશ વિદ્યાર્થી સંગઠનોએ કર્યો હતો.હજુ એ ઘટનાને ચોવીસ કલાક જેટલો સમય નથી થયો ત્યાં વધુ બે જગ્યાએ કથિત ગાંજાના છોડ મળ્યા હતા.અમદાવાદ કોર્પોરેશનના રિવરફ્રન્ટના પાર્કિંગમાં ગાંજાના છોડ મળ્યા હતા.વિજય ચાર રસ્તા પાસે આવેલા સૌરભ ગાર્ડન પાસે પણ ગાંજો હોવાની શક્યતા છે.

આ બને જગ્યાએ ગાંજા ના છોડ મળવાને લઈને બગીચા વિભાગે ખુલાસો કર્યો છે..બગીચા વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે ખુલ્લી જગ્યામાં છોડ મળ્યા છે.કોઈએ ગાંજો પીધો હોય અને તેના બી રસ્તામાં ફેંક્યા હોવાથી ચોમાસામાં ઉગી નીકળે છે.કોર્પોરેશન બગીચા વિભાગમાં લાવવામાં આવતા ખાતરમાં પણ આવા બી હોય તો પણ આવા નાશકરાર છોડ ઉગી નીકળે છે કોપોરેશન બગીચા  અને યુનિવર્સીટીમાં મળેલા આ બને છોડ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.યુનિવર્સીટીમાં પોલીસે છોડને એફ એસ એલ તપાસમાં મોકલ્યા છે.

સૌથી વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે જાહેરમાં ઉગી નીકળતા આવા ગાંજાના છોડ નો મતલબ ખુલ્લેઆમ નશાનો ઉપયોગ તંત્રની નાક નીચે થાય છે અને તંત્ર આ મામલે આંખ આડા કરે છે?

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજોનો છોડ મળી આવ્યો હતો. હોસ્ટેલના કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળી આવતા ચર્ચાનો વિષય બની ગયો હતો.ગાંજાના છોડ જે જગ્યાએથી મળી આવ્યા તે જગ્યા ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના કેમ્પસના  D બ્લોક પાસેથી  ગાંજાના છોડ મળી આવ્યા હતા. ખાસ જો વાત કરવામાં આવે તો આ યુનિવર્સિટીમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય અને દેશોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા આવતા હોય છે.યુનિવર્સિટીમાંથી NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ગાંજાના છોડ ઉગાડ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ