Not Set/ દિલ્હીની મહિલાઓને મોટી ભેટ :  હવે બસોમાં મફત મુસાફરી કરી શકે છે, જાણો ક્યારે મળશે આ સુવિધા…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રક્ષાબંધન અને 15 ઓગસ્ટના  પ્રસંગે દિલ્હીની મહિલાઓને એક મોટી ભેટ આપી છે. તેમણે ગુરુવારે છત્રસાલ સ્ટેડિયમ ખાતે 73મા સ્વતંત્રતા દિવસ પર જાહેરાત કરી હતી કે 29 ઓક્ટોબરથી ડીટીસી અને ક્લસ્ટર બસમાં મહિલાઓ મફત મુસાફરીનો લાભ મેળવી શકશે. Delhi Chief Minister Arvind Kejriwal: From 29th October, Delhi Transport Corporation (DTC) bus services […]

Top Stories India

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રક્ષાબંધન અને 15 ઓગસ્ટના  પ્રસંગે દિલ્હીની મહિલાઓને એક મોટી ભેટ આપી છે. તેમણે ગુરુવારે છત્રસાલ સ્ટેડિયમ ખાતે 73મા સ્વતંત્રતા દિવસ પર જાહેરાત કરી હતી કે 29 ઓક્ટોબરથી ડીટીસી અને ક્લસ્ટર બસમાં મહિલાઓ મફત મુસાફરીનો લાભ મેળવી શકશે.

આ ઘોષણા દરમિયાન કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીની તમામ બહેનો પ્રત્યે મારી ફરજ અદા કરી રહ્યો છું. અને ઘોષણા કરી રહ્યો છું જેના થકી, બહેનોને તેમના સપના પ્રાપ્ત કરવા માટે સલામતી, સશક્તિકરણ અને મજબૂત બનશે. ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મહિલાઓની મફત મુસાફરીને કારણે, દિલ્હી સરકાર પર વાર્ષિક રૂ. 300 કરોડનો બોજો પડી શકે છે. સરકારના આ કેબિનેટ ડ્રાફ્ટને કાયદા વિભાગ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહિલાઓને મફત મુસાફરી માટે પિંક કાર્ડ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.