Unseasonal rain/ આજે પણ સૌરાષ્ટ્ર-મધ્યગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતોની દશા બેઠી

ગુજરાતમાં ખેડૂતો માટે આજ અને આવતીકાલ બંને અત્યંત મુશ્કેલ છે. માર્ચમાં આવેલા માવઠાએ ખેડૂતોને રીતસરનો ફટકો માર્યો છે. ખેતીના ઊભા પાકોનો નુકસાન થયું છે. શનિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો હતો. હજી આજે રવિવારે પણ માવઠાની આગાહી છે.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 03T111444.175 આજે પણ સૌરાષ્ટ્ર-મધ્યગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતોની દશા બેઠી

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેડૂતો (Farmers) માટે આજ અને આવતીકાલ બંને અત્યંત મુશ્કેલ છે. માર્ચમાં આવેલા માવઠાએ ખેડૂતોને રીતસરનો ફટકો માર્યો છે. ખેતીના ઊભા પાકોનો નુકસાન થયું છે. શનિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો હતો. હજી આજે રવિવારે પણ માવઠાની આગાહી છે.

વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે. ઉનાળાના પ્રારંભમાં જ રાજ્યમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. વરસાદની સાથે પ્રતિ કલાક 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ગઇકાલે શનિવારે ગુજરાતના 60 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. કચ્છના અંજારમાં 1.5 ઇંચ વરસાદ અને બનાસકાંઠાના ધાનેરામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગઇકાલે પડેલા માવઠા (Unseasonal rain) પછી રાજ્યમાં અચાનક જ ઠંડીમાં વધારો થયો છે. તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે. તેના લીધે ખેતરમાં ઊભો પાક વળી જાય તેવી શક્યતા છે. આ કારણે આંબા પર પણ અસર થવાની સંભાવના છે. આજના દિવસમાં ગુજરાતમાં પ્રતિ કલાક 15થી 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે સોમવારે પ્રતિ કલાક 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.

આ વાતાવરણની સૌથી વધારે સર કચ્છમાં વર્તાશે. લોકોએ તેના પગલે સાવચેત રહેવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં કમોસમી વરસાદની સંભાવના છે.

તેમા પણ ઉત્તર ગુજરાતમાં તો રાત દરમિયાન તાપ સાત ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. આ ઉપરાંત સવારે પણ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. સાતથી 12મી માર્ચે ફરી વાતાવરણમાં પલ્ટો આવશે. આ સમયે ઠંડા પવનો ફૂંકાવવાની સાથે વધારા સાથે અંધારિયુ વાતાવરણ ઉભું થી શકે છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 14થી 20 માર્ચે પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટણાની સંભાવના છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયાકિનારાના પવનની સાથે કમોસમી વરસાદ ત્રાટકશે. પહેલીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલ્ટો જોવા મળશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ