Not Set/ બનાસ, બોટાદ, ગોંડલ સહિત અનેક વિસ્તારમાં વરસાદ, સુરેન્દ્રનગરમાં તો કરા પડ્યા

કુદરત જાણે કોપાયમાન થયો હોય એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. અરબ સમુદ્વમાં હવાનું પ્રેસર સર્જાવવાથી હવમાન વિભાગ દ્વારા આ મામલે પૂર્વે જ આગાહી કરવામાં આવી હતી અને ખેડૂતોને ખાસ પ્રકારે પોતાનાં તૈયાર માલને સંભાળવા માટે પગલા લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતા. આપને જણાવી […]

Top Stories Gujarat Others
delhi rains 5 બનાસ, બોટાદ, ગોંડલ સહિત અનેક વિસ્તારમાં વરસાદ, સુરેન્દ્રનગરમાં તો કરા પડ્યા

કુદરત જાણે કોપાયમાન થયો હોય એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. અરબ સમુદ્વમાં હવાનું પ્રેસર સર્જાવવાથી હવમાન વિભાગ દ્વારા આ મામલે પૂર્વે જ આગાહી કરવામાં આવી હતી અને ખેડૂતોને ખાસ પ્રકારે પોતાનાં તૈયાર માલને સંભાળવા માટે પગલા લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતા. આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર સહિત જિલ્લાના ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. તેમજ ખેડૂતોના પાકને પારાવાર નુકશાન થઇ રહ્યું છે. ધ્રાંગધ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ ખાબકવાનુંં શરૂ થયું હતું. પછી જોર વધતા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છેે. તો વરસાદને લઈને રસ્તાઓ પર પણ પાણી પાણી જોવામાં આવ્યું હતું.

ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. કેશવાળા, મેતા ખંભાળિયા ગામોમાં ધોધમાર વરસાદના કારણે બચેલા પાકને પણ નુકશાનની ભીતિ સેવાય રહી છે. કમોસમી વરસાદે જગતના તાતને મુશ્કેલીમાં મુકી દીધો છે.

બોટાદનાં અનકે વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. પવન સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની શક્યા છે. બોટાદ ઉપરાંત બનાસકાંઠાનાં સુઇગામમાં પણ વાતાવરણમાં પલટો થયો. સુઈગામ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.