Election/ ભાજપ હવે રામ ભરોસે, પ્રદેશ અધ્યક્ષ પાટીલે 21 મિનિટના ભાષણમાં 14 મિનીટ રામ મંદિર, કલમ 370 વગેરે મુદ્દાઓ ગણાવ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ હવે રામભરોસે છે. ચૂંટણી માટેનો મુખ્ય મુદ્દો હવે વિકાસ નહીં પરંતુ રામ મંદિર હોય તેમ લાગી રહ્યું છે.સોમવારે પાંડેસરા ખાતે આયોજિત એક સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલથી

Top Stories
patil2 2 ભાજપ હવે રામ ભરોસે, પ્રદેશ અધ્યક્ષ પાટીલે 21 મિનિટના ભાષણમાં 14 મિનીટ રામ મંદિર, કલમ 370 વગેરે મુદ્દાઓ ગણાવ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ હવે રામભરોસે છે. ચૂંટણી માટેનો મુખ્ય મુદ્દો હવે વિકાસ નહીં પરંતુ રામ મંદિર હોય તેમ લાગી રહ્યું છે.સોમવારે પાંડેસરા ખાતે આયોજિત એક સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલથી માંડી ધારાસભ્ય હર્ષ સંઘવી અને વિવેક પટેલ દરેકે પ્રચાર માટે રામ મંદિર અને કાશ્મીરમાં કલમ 370 હટાવવા તેમજ પાકિસ્તાન જેવા મુદ્દાઓની ચર્ચા કરી હતી.ઉધના, લિંબાયત અને બમરોલી ક્ષેત્ર વિશાળ વોર્ડ સંખ્યા 22,23,24,28 અને 29માં ભાજપની સભાઓ યોજવામાં આવી હતી.સીઆર પાટીલે પોતાના એક મિનિટના ભાષણમાં 6 મિનિટ જ સ્થાનિક વિકાસ, રાજ્ય અને કેન્દ્રની ઉપલબ્ધિ વિશે ચર્ચા કરી હતી. બાકી 14 મિનિટનાં ભાષણમાં તેમણે રામ મંદિર, કાશ્મીર માં 370 હટાવવા, સરદાર પટેલના સ્ટેચ્યૂ અને કોંગ્રેસની વાતો કરતા રહ્યા. જ્યારે વધેલી એક મિનિટમાં તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ પ્રશંસા કરી હતી. જ્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી અને વિવેક પટેલે મંચ પર જય શ્રી રામના નારા લગાવ્યા હતા, તેમજ કોંગ્રેસને મંદિર વિરોધી જણાવતા તેમને વોટ નહીં દેવા માટે અપીલ કરી હતી.પાટીલે પાલનપૂર જકાતનાકા અને કતારગામમાં પણ ચૂંટણી સભા યોજી હતી.

Wow! / લો બોલો..દૂધવાળા એ પ્રવાસ ખેડવા 30 કરોડ રૂપિયામાં હેલિકોપ્ટરની ખરીદી કરી, ખેતરમાં બનાવ્યું હેલીપેડ

પીયુષ પોઇન્ટ 20 સભામાં પાટીલે દાવો કર્યો હતો કે દેશમાં સૌથી સ્વચ્છ પાણીની સપ્લાય સુરતમાં થાય છે. અહીં સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્લેગ પછી લોકો સુરતની ગંદકીથી ડરી રહ્યા હતા, પરંતુ ભાજપ સત્તા પર આવ્યા બાદ સુરતની સુરત બદલાઈ છે, અને સુરતની ગણતરી દેશના સ્વચ્છ શહેરોમાં થઈ રહી છે. ધારા 370 હટાવવા માટે કેન્દ્રની પીઠ થાબડતા તેઓ જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે માત્ર એક દિવસમાં આ કલમ હટાવી દીધી હતી. તે માટે આપણી સેનાને કાશ્મીરમાં એક ગોળી પણ ચલાવવાની જરૂર પડી નથી. આ બધું શક્ય બનાવનાર આપણા ગૃહમંત્રી અમીત શાહ છે.

Vaccine / ભારતમાં ઉત્પાદિત કોરોના રસીને કટોકટીના ઉપયોગ માટે WHOનું ગ્રીન સિગ્નલ

જે ઉમેદવારો માટે ચૂંટણી સભા યોજવામાં આવી હતી તેમને તો મંચ પર પણ બોલાવવામાં ન આવ્યા ન તેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તમામ પાંચ વોર્ડમાં 20 ઉમેદવારો મંચની નીચે પ્રથમ હરોળમાં બેઠેલા હતા.તેઓને આશા હતી કે પ્રદેશ અધ્યક્ષ તેઓને મંચ પર આમંત્રિત કરશે અને જનતાને વોટ આપવાની અપીલ કરશે. પરંતુ એવું થયું નહીં. માત્ર વોર્ડ પ્રમુખને જ મંચ પર પાટીલે સ્વાગત કરી અને બોલાવ્યા હતા.

toolkit case / કોર્ટે દિશા રવિને પરિવારને મળવાની આપી પરવાનગી, સાથે લઈ જઈ શકે છે આ સામાન

હર્ષ સંઘવી હિંદુત્વ અને દેશભક્તિને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા, તેઓએ વિકાસની વાત પણ કરી પરંતુ તેમનું વધારે ફોકસ રામ મંદિર, કલમ 370 અને પાકિસ્તાન રહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે જ્યારે 370ની કલમ હટાવી હતી ત્યારે સમગ્ર દેશની સાથે સુરતમાં પણ તેનો વિરોધ થયો હતો. મને આજે પણ વિરોધમાં જોડાનાર લોકોના ઝંડાનો રંગ યાદ છે. આ લોકો આજે ચૂંટણીમાં ઊભા છે. તેઓને ઓળખો અને તેમને પોતાના વોર્ડમાંથી બહાર કરો. હર્ષ એ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસી પાકિસ્તાનની ભાષા બોલે છે, તેમને મત આપી અને પોતાનો મત બરબાદ ન કરવો જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…