Ahmedabad/ ચૂંટણીના ટાળે કોરોનાએ કમળની ચિંતા વધારી,બીજેપી પ્રભારીની થઇ બેઠક

@માનસી પટેલ, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ અમદાવાદ બીજેપી પ્રભારી દ્વારા આજે બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી સમયમાં કરવાના કામો અંગે ચર્ચા કરવામાં આવી તો કોરોના નો કહેર વધુ એક વખત વધ્યો છે ત્યારે મતદાન કેવી રીતે કરાવવું અને જે વોર્ડમાં નુકશાન છે તેને કેવી રીતે અંકે કરવું તેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં પૂર્વ […]

Ahmedabad Gujarat
Untitled 24 ચૂંટણીના ટાળે કોરોનાએ કમળની ચિંતા વધારી,બીજેપી પ્રભારીની થઇ બેઠક
@માનસી પટેલ, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

અમદાવાદ બીજેપી પ્રભારી દ્વારા આજે બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી સમયમાં કરવાના કામો અંગે ચર્ચા કરવામાં આવી તો કોરોના નો કહેર વધુ એક વખત વધ્યો છે ત્યારે મતદાન કેવી રીતે કરાવવું અને જે વોર્ડમાં નુકશાન છે તેને કેવી રીતે અંકે કરવું તેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં પૂર્વ કોર્પોરેટર ત્રણ ટર્મ અને 60 વર્ષના કારણે કપાયેલા નેતાઓ અને સિનિયર નેતાઓ  અને શહેર સંગઠનના નેતાઓને હાજર રાખવામાં આવ્યા હતા અને બીજેપી શહેર પ્રભારી આઈ કે જાડેજા દ્વારા માર્ગદર્શન આપી તે નેતાઓને કામે લાગી જવા માટે સૂચના આપી છે. ગણતરી ના દિવસો બાદ મતદાન છે ત્યારે છેલ્લી ઘડીની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શહેરમાં ઘણા એવા વોર્ડ છે જેમાં ગત ચૂંટણી દરમિયાન બીજેપી નુકશાનમાં રહી હતી. જેવા કે ગોમતીપુર શાહપુર દરિયાપુર મકરબા સહિતના એવા વોર્ડ છે જેમાં બીજેપીની પેનલ નહોતી બની અઠવાઓ તો કોઈ ઉમેદવાર જ નહોતા જીત્યા ત્યાં કેવી રીતે જીત મેળવવી તેને લઈને કામગીરી કરવા અંગે માટે અંકે કરવા સૂચના આપી છે.

તો સીએમ સહિતના બીજેપીના નેતાઓને કોરોના થઇ જતા વધુ એક વખત કોરોના કહેર વધ્યો હોવાનો માહોલ બન્યો છે ત્યારે ઓછું મતદાન થાય તેવી બીજેપીને શક્યતા છે ત્યારે વોર્ડ મુજબ હવે કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે કે મતદારોને કોરોના ના ની ગાઈડ લાઈન ને ધ્યાને લઈને મતદાન મથક સુધી પહોંચાડવા. સાથે જ વોર્ડ મુજબ રણનીતિ બનાવીને અંતિમ દિવસોનું આયોજન કરીને ચાલવા માટે પણ સૂચના આપવામાં આવઇ છે પેઈજ પ્રમુખની બેઠક મળી તેમાં પણ સૂચના આપવામાં આવી છે કે કોરોના ગાઈડ લાઇનનું સંપૂર્ણ પાલનથાય એ જોવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આમ બીજેપીએ હવે અમદાવાદ શહેરમાં 175 સીટ જીતવાના લક્ષાંક સાથે ચૂંટણી લાડવા મન બનાવી લીધું છે ત્યારે તેને અનુલક્ષીને જ રણનીતિ બનવી છે અને વોર્ડ અને મતદાન પેટર્ન મુબજ જ કાર્યકર્તાઓને અને નેતાઓને સૂચના આપી કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે પરંતુ જોવાનું રહેશે કે લક્ષાંક ને સર કરવા બીજેપીની રણનીતિ સફળ રહે છે કે નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ