હિતકારક/ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 1500 એજ્યુકેટરની ભરતીની જાહેરાત : આ છે અરજીની તારીખ

શિક્ષણમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગમાંથી જાહેરાત કરાવામાં આવી છે કે જિલ્લા ઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી 3 કેટેગરીમાં કુલ 1500જગ્યાઓ માટે સ્પે.એજ્યુકેટરની ભરતી કરાશે.

Top Stories Gujarat Others
જીતુ વાઘાણી

રાજ્યમાં દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મોટી જાહેરાત કરી છે.સોશિયલ સાઈટ ટ્વીટરનાં માધ્યમથી શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી 3 કેટેગરીમાં કુલ 1500જગ્યાઓ માટે સ્પે.એજ્યુકેટરની ભરતી કરાશે. આ માટે ફોર્મ વિતરણ આજથી જ શરુ થયું છે અને આગામી 8 જુન સુધી ફોર્મ ભરી શકાશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યા સહાયકની ભરતીને લઇને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અલગ અલગ વિભાગો દ્વારા યુવાનોની ભરતી થાય તે માટે સૂચનાઓ આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ અગાઉવિદ્યા સહાયક અંગેની વાત કરવામાં આવી હતી. દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ હતી , ત્યારે હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે. જેમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી થશે. ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે. જેનો ટેટના ઉમેદવારોને લાભ મળશે. જે ભરતીની હાલ શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. દિવ્યાંગ બાળકો માટે જીતુ ભાઈ કોરોનાકાળમાં પણ કાર્ડ અને વેક્સિનનેશનનું કામકરી ચુક્યા છે. ત્યારે તેઓ સતત દિવ્યાંગ બાળકોના વિકાસને લઈને કામ કરતા રહે છે. હવે શિક્ષણમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગમાંથી જાહેરાત કરાવામાં આવી છે કે જિલ્લા ઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી 3 કેટેગરીમાં કુલ 1500જગ્યાઓ માટે સ્પે.એજ્યુકેટરની ભરતી કરાશે. જેની ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 26 /5/2022 થી 8/6/2022 રહેશે. આ માટે ઉમેદવારો આજથી જ અરજી કરી શકે છે.

123

આ પણ વાંચો : ભારતમાં નવા COVID-19 કેસોમાં 23.7 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 2,628 કેસ