Not Set/ કુંભમેળાના ટેન્ટમાં લાગી ભીષણ આગ,બિહારના ગવર્નરનો આબાદ બચાવ

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે.મંગળવારે ફરી એકવાર પ્રયાગરાજના ટેન્ટમાં આગ લાગી હતી અને જોવાની વાત એ હતી કે આ ટેન્ટમાં બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ઉતારો આપવામાં આવ્યો હતો.જો કે આ આગમાં બિહારના ગવર્નર લાલજી ટંડન માંડ માંડ બચી ગયા છે. મંગળવારની મોડી રાત્રે કુંભમાં લાલજી ટંડનના કેમ્પમાં […]

Top Stories India
yy કુંભમેળાના ટેન્ટમાં લાગી ભીષણ આગ,બિહારના ગવર્નરનો આબાદ બચાવ

પ્રયાગરાજ,

પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે.મંગળવારે ફરી એકવાર પ્રયાગરાજના ટેન્ટમાં આગ લાગી હતી અને જોવાની વાત એ હતી કે આ ટેન્ટમાં બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ઉતારો આપવામાં આવ્યો હતો.જો કે આ આગમાં બિહારના ગવર્નર લાલજી ટંડન માંડ માંડ બચી ગયા છે. મંગળવારની મોડી રાત્રે કુંભમાં લાલજી ટંડનના કેમ્પમાં આગ લાગી. જેમાં તંબુ સંપૂર્ણપણે બળી ગયો હતો. અકસ્માત સમયે લાલજી ટંડન ઊંઘી રહ્યા હતા. જો કે, આ ઘટનામાં તેમને કોઈ ઈજા થઈ નથી. પરંતુ ઘટનામાં તેમનો મોબાઈલ, ચશ્માં, ઘડિયાળ અને અન્ય વસ્તુઓ બળી ગઈ છે.

આપને જણાવી દઈએ કે આગ લગ્યા પછી લાલજી ટંડનને કુંભના સર્કીટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કહેવામાં અવી રહ્યું છે કે તેમના ટેન્ટમાં આગ મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ લાગી હતી અને બિહારના ગવર્નરને સાડા ત્રણ વાગ્યે સર્કીટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

પ્રારંભિક માહિતી અનુસાર, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. તંબુ અને અન્ય વસ્તુઓ અકસ્માતમાં બાળી ગઈ હતી.આપને જણાવી દઈએ કે આ પહેલા પણ, કુંભ વિસ્તારમાં ઘણી વખત આગ થવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ નાથ સંપ્રદાયના શિબિર વિસ્તારમાં આગ લાગી હતી. આ આગમાં આશરે 2 તંબુ બાળી ગયા હતા, જોકે કોઈ પણ વ્યક્તિને કોઈ ઈજા થઇ નહોતી.

આ સિવાય પણ 15 જાન્યુઆરી, 2019 શરુ થયેલ આ કુંભમાં બરાબર એક દિવસ પહેલા દિગંબર અખાડામાં ટેન્ટમાં આગ લાગી ગઈ હતી  અને સીલીન્ડર ફાટવાના કારણે 10 ટેન્ટ બળીને ખાક થઇ ગયા હતા. આ સિવાય પણ આગ લાગવાની કેટલીક ઘટના અત્યાર સુધી કુંભમાં થઇ ચુકી છે.

સુરક્ષા પર વારંવાર ઉભા થઇ રહ્યા છે સવાલ

ઉલ્લેખનીય છે કે એક તરફ  રાજ્યની ભાજપ સરકાર અને કેન્દ્ર સતત સફળ કુંભ વિશે વાત કરે છે, તો બીજી તરફ  આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. આવી પરિસ્થિતિમાં  ફરી એક વખત કુંભ મેળામાં સુરક્ષા વ્યવસ્થાઓ અને વહીવટ દ્વારા કરવામાં આવેલી ગોઠવણો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.