Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સીટી વિસ્તારમાં ભીષણ આગ,કોઇ જાનહાનિ નહીં

નર્મદા, નર્મદા કેવડીયા કોલોની ખાતે આવેલી સરદાર વલ્લભ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા પાસે આગ લાગી હતી.કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા ટેન્ટ સીટી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી.મંગળવારે મોડી રાતે ત્રણ વાગે લાગેલી આગમાં કોઇને જાનહાનિ પહોંચી હોવાના અહેવાલ નથી અને મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી. જો કે આગ કેવી રીતે […]

Top Stories Gujarat
nrmda fire સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સીટી વિસ્તારમાં ભીષણ આગ,કોઇ જાનહાનિ નહીં

નર્મદા,

નર્મદા કેવડીયા કોલોની ખાતે આવેલી સરદાર વલ્લભ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા પાસે આગ લાગી હતી.કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા ટેન્ટ સીટી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી.મંગળવારે મોડી રાતે ત્રણ વાગે લાગેલી આગમાં કોઇને જાનહાનિ પહોંચી હોવાના અહેવાલ નથી અને મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોડાઉનમાં ભીષણ આગ, સ્ટેચ્યુ સહેજમાં બચ્યું

જો કે આગ કેવી રીતે લાગી તેની જાણકારી મળી નથી રહી,પરંતું મોડી રાતે જ આગને કાબુમાં મેળવાઇ હતી.આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, નર્મદામાં કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મુલાકાતીઓ માટે ટેન્ટસીટી બાંધવામાં આવી છે.આ ટેન્ટ સીટીના ગોડાઉનમાં આગ લાગતા નર્મદા નિગમ અને વીજ કંપનીના ફાયર ફાઇટરે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.

સ્ટેચ્યુ નજીક ગોડાઉનમાં રાત્રે એકાએક આગ લાગી હતી

ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરાતા ફાયરબ્રિગેડના કાફલો તાબડતોડ રીતે પહોંચ્યો હતો, અને ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં આવી હતી.આગ એટલી ભીષણ હતી કે ગોડાઉનમાં પડેલો તમામ સામાન બળીને ખાખ થયો હતો.

ફાયરે સમયસર આગ ઓલવી દેતા જાનહાની ટળી