અવસાન/ માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ કર્યા અંતિમ સંસ્કાર,રાજભવન પહોંચ્યા

death of hiraba વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  માતા હીરાબાનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Top Stories Gujarat India
death of hiraba

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  માતા હીરાબાનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સાંજે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. PM મોદીએ ટ્વીટ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું વહેલી સવારે 3.30 વાગ્યે નિધન થયું છે. યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ હીરાબા મોદીનું યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં તારીખ 30 ડિસેમ્બર 2022ના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે સારવાર દરમિયાન દેવલોક પામ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં એરપોર્ટ પહોચશે,મુખ્યમંત્રી  હાલ એરપોર્ટ પર તેમને લેવા એપોર્ટ પર પહોચ્યા છે.વડાપ્રધાન મોદીના માતાના હિરાબા પંચમહાભૂતમાં વિલીન થયા છે.

  • વડાપ્રધાન મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે.
  • હીરાબાના પાર્થિવ દેહને અપાયો અગ્નિદાહ
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો અગ્નિદાહ
  • સોમાભાઈ, પ્રહ્લાદભાઈએ આપ્યો અગ્નિદાહ
  • પંકજભાઈએ પણ માતાના દેહને આપ્યો અગ્નિદાહ
  • ચારેય ભાઈઓએ કરી માતાના પાર્થિવ દેહની પ્રદક્ષિણા
  • હીરાબાની અંતિમયાત્રા પહોંચી સ્મશાનધામ
  • હીરાબાનાં પાર્થિવદેહના કરાશે અંતિમસંસ્કાર
  • વડાપ્રધાન મોદી સહિત અગ્રણીઓ હાજર
  • હીરાબાની અંતિમ યાત્રા નીકળી
  • વડાપ્રધાન મોદીએ કાંધ આપી
  • ચાર પુત્રોએ હીરાબાને કાંધ આપી
  • મોટી સંખ્યામાં લોકો ઉમટયા
  • ટોચનાં નેતાઓ પહોંચ્યા રાયસણ
  • સેકટર-30 ખાતે હીરાબાનાં અંતિમ સંસ્કાર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા
  • સ્મશાન તરફ આવવા જવાના રસ્તાબંધ કરાયા
  • એસપી કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ બંધોબસ્ત ગોઠવાયો
  • મેયર પણ પહોચ્યા અને તેમણે જાતે રસ્તા સાફ કરાવ્યા
  • સામાન્ય માણસો માટે આવવા જવાની એન્ટ્રી પર પ્રતિબંધ
  • સ્માશાન સુધીનો અડધો કિમીનો રસ્તો દોરીથી બાંધી દેવામાં આવ્યો છે જેથી વચ્ચે કોઈ આવી ના શકે
  • પંકજભાઇ સહિત પરિજનોએ કાંધ આપી
  • મોટી સંખ્યામાં સ્મશાનયાત્રામાં લોકો જોડાયા
  • ઇન્ફોસિટી સર્કલ ચ-0 પહોંચી સ્મશાન યાત્રા
  • સેકટર-30 સ્મશાન ગૃહ ખાતે કરાશે અંતિમ સંસ્કાર
  • સ્મશાન ગૃહ ખાતે લોકોનો જમાવડો

 

1 385 માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ કર્યા અંતિમ સંસ્કાર,રાજભવન પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિદાહ આપ્યો હતો. આ અંતિમ ઘડીએ વડાપ્રધાન ભાવુક જોવા મળ્યા હતા.વડાપ્રધાન મોદી રાજભવન પહોંચ્યા છે અને ત્યાંથી દિલ્હી જવા રવાના  થશે. દિલ્હી પહોંચીને તેઓ પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાવાના છે

 

 

 

7 1 15 માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ કર્યા અંતિમ સંસ્કાર,રાજભવન પહોંચ્યા

 

તેમણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા. હીરાબાની તબિયત બગડતા તેમને અહીં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં એક્સપર્ટ ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહ્યા હતા. તેમની ઉંમર 100 વર્ષની હતી.

ટીટ્વર પર પીએમ મોદીએ લખ્યું છે કે શાનદાર શતાબ્દીનો ઈશ્વરના ચરણોમાં વિરામ…. માતામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમા એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન જીવ્યા.

 

 

 

ઉલ્લેખનીય છે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચાર મળ્યા ત્યારથી ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ 3.50 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ અને સાંજે 4 વાગ્યે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન.મહેતાએ બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું હતું. તેમજ હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે હીરાબાને મળવા સોમાભાઈ મોદી યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં હીરાબાના ખબર અંતર પૂછી થોડો સમય રોકાયા બાદ તેઓ રવાના થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારે લોકોને હીરાબાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. લોકોએ આવા મુશ્કેલ સમયમાં મોદી પરિવારને સાથ આપ્યો, જેના માટે મોદી પરિવારે તેમનો આભાર માન્યો

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  માતા હીરાબાનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સાંજે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. PM મોદીએ ટ્વીટ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ આ ઉપરાંત અનેક નદિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને  શ્રદ્વાજંલિ આપી  હતી

 

 

11 માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ કર્યા અંતિમ સંસ્કાર,રાજભવન પહોંચ્યા

 

 

વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું વહેલી સવારે 3.30 વાગ્યે નિધન થયું છે. યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ હીરાબા મોદીનું યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં તારીખ 30 ડિસેમ્બર 2022ના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે સારવાર દરમિયાન દેવલોક પામ્યા છે.કોગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને શ્રદ્વાજંલિ આપી હતી.

 

प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की माता जी के निधन का दुखद समाचार मिला।

ईश्वर दिवंगत पुण्यात्मा को श्रीचरणों में स्थान दें एवं श्री @narendramodi जी और उनके परिवार के समस्त सदस्यों को पीड़ा के इन क्षणों में साहस दें।

ॐ शांति!

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 30, 2022

 

 

 

હીરા બાના પરિવારે સૌને ભાવભરી અપીલ કરી છે. પરિવાર વતી કહેવામાં આવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવા બદલ અમે દરેકનો આભાર માનીએ છીએ. અમારી સૌને નમ્ર વિનંતી છે કે દિવંગત આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને ચાલુ રાખો. હીરા બાને આ સાચી શ્રદ્ધાંજલિ હશે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે, હું તેમને અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.

 

 

 

 

Health Bulletin/PM મોદીના માતા હીરાબા જલદી સ્વસ્થ થાય માટે રાજ્યમાં ઠેર ઠેર લોકો કરી રહ્યા છે પ્રાર્થના