Health Bulletin/ PM મોદીના માતા હીરાબા જલદી સ્વસ્થ થાય માટે રાજ્યમાં ઠેર ઠેર લોકો કરી રહ્યા છે પ્રાર્થના

 ગઇકાલે અચાનક વડાપ્રધન નરેન્દ્ર મોદીની માતાશ્રી હીરાબાની તબિયત અચાનક બગડી હોવાથી તેમને સારવાર અર્થે  યુ.એન.મહેતા  હોસ્પિટલ એડમિટ કર્યા છે

Top Stories Gujarat
Mother Hiraba Health Bulletin
  • હીરાબા UN મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • હીરાબા સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના-યજ્ઞનુ આયોજન
  • મંત્રોચ્ચાર અને ગૌ પૂજનનોનુ આયોજન
  • રાજ્યમાં અનેક સ્થળો પર આયોજન

Mother Hiraba Health Bulletin:   ગઇકાલે અચાનક વડાપ્રધન નરેન્દ્ર મોદીની માતાશ્રી હીરાબાની તબિયત અચાનક બગડી હોવાથી તેમને સારવાર અર્થે  યુ.એન.મહેતા  હોસ્પિટલ એડમિટ કર્યા છે. આ સમાચારા સામે આવ્યા બાદ મુખ્યમંત્રી સહિત અનેક ધારાસભ્યો અને દિગિગજ લોકો હોસ્પિટલમાં ખબર અંતર પુછવા દોડી ગયા હતા . યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હીરા બાના સ્વાસ્થ્ય અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યુ  હતું . જેમાં હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.હીરાબાની તબિયત થોડી નાદુરસ્ત હોવાના પગલે વહેલી સવારે તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.વડાપ્રધાન મોદીના માતા હીરાબા 100 વર્ષ પૂર્ણ કર્યા છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી પણ માતાની ખબર અંતર પુછવા અમદાવાદ પહોંચ્યા હતા તબિયતમાં સુધાર આવતા તે પરત દિલ્હી પહોચ્યા હતા. મોદી ગુજરાતમાં આવે ત્યારે માતાને મળવા માટે અચૂક આવે છે, ત્યારે આજે પણ પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા  વડાપ્રધાનના આગમનની સંભાવનાના પગલે યુ એન મહેતા હોસ્પિટલમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.હીરાબાના સ્વાસ્થ માટે લોકો ઠેરઠેર પ્રાર્થાના અને યજ્ઞ કરી રહ્યા છે.

હીરાબાના (  Mother Hiraba Health Bulletin) સ્વાસ્થ થાય તેવી કામના સાથે રાજ્યભરમાં પ્રાર્થના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રોચ્ચાર અને ગૈા પૂજનનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હીરાબાની તબિયતમાં સુધારો થાય અને જલદી સારા થાય તે માટે ઠેરઠેર પૂજાનું  આયોજન કરવામા આવ્યું છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી છે. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. હાલ હીરાબાની તબિયત સુધારા પર છે

અમદાવાદ/PM મોદીના માતા હીરાબાની તબિયત બગડી, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ