Not Set/ ઇડરિયો ગઢનું અસ્તિત્વ જોખમમાં, ગઢને બચાવવા માટે કલેકટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઇડર ગઢને બચાવવા માટે ઇડર ગઢ સમિતિ આંદોલન કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ઇડર ગઢને મંજૂરી આપી ખનન માફિયાઓને હવાલે કરી દેવામાં આવ્યો છે. ગુજરાતની આગવી ઓળખ ઇડરિયા ગઢનું અસ્તિત્વ જોખમાયું છે. ઇડરગઢને ચારેતરફ થઈ તોડવામો આવી રહ્યો છે. જેને લઇ ઇડરની જનતા કોઈપણ હિસાબે આને રોકવા […]

Gujarat
1489858091 1012254 700361883331517 1087167972 n ઇડરિયો ગઢનું અસ્તિત્વ જોખમમાં, ગઢને બચાવવા માટે કલેકટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઇડર ગઢને બચાવવા માટે ઇડર ગઢ સમિતિ આંદોલન કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ઇડર ગઢને મંજૂરી આપી ખનન માફિયાઓને હવાલે કરી દેવામાં આવ્યો છે.

Aqua Ace 20180120 095458 ઇડરિયો ગઢનું અસ્તિત્વ જોખમમાં, ગઢને બચાવવા માટે કલેકટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

ગુજરાતની આગવી ઓળખ ઇડરિયા ગઢનું અસ્તિત્વ જોખમાયું છે. ઇડરગઢને ચારેતરફ થઈ તોડવામો આવી રહ્યો છે. જેને લઇ ઇડરની જનતા કોઈપણ હિસાબે આને રોકવા માંગે છે, જેના માટે ઇડર ગઢ બચાવો સમિતિએ ખૂબ પ્રયત્નો કર્યા કેટલાય સમાજના લોકોએ પ્રાંત અધિકારીથી લઇ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી પણ સરકારના બહેરા કાન સુધી ઇડરના લોકોનો અવાજ ના પહોંચ્યો.

Aqua Ace 20180120 095532 ઇડરિયો ગઢનું અસ્તિત્વ જોખમમાં, ગઢને બચાવવા માટે કલેકટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

આજે ઇડર બંધનું એલાન આપાયું હતું. જેને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો ઇડર સજ્જડ બંધ રહ્યું, ઇડરની જનતા ખૂબ મોટી સંખ્યામાં રેલીમો જોડાયા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Aqua Ace 20180120 095717 ઇડરિયો ગઢનું અસ્તિત્વ જોખમમાં, ગઢને બચાવવા માટે કલેકટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

અધિકારીનું કહેવું છે, કે ઈડરગઢ બચાવો સમિતિ દ્વારા નાગરીકો આવેદનપત્ર આપવા આવ્યાં હતાં. તેમની રજૂઆત છે કે ગઢની આજુબાજુ જે ખનન ચાલી રહ્યું છે. તે અટકાવવું જોઈએ તે અંગે અમે રીપોર્ટ મોકલી આપ્યો છે અને કલેકટર સાહેબે લીસ ધારકોને નોટીસ આપી છે અને ટૂંક સમયમાં જે આ પ્રવુતિ છે તે અટકે તે માટેના જરૂરી પ્રયાસો કરવામાં આવશે.