કોરોનાની મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વનું સૌથી મોટું અભિયાન રસીકરણ અભિયાનશરું કર્યુ છે. વિશ્વમાં સૌથી વધારે કોરોના વાયરસ રસીઆપવાનું અભિયન હવે ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં 100 કરોડ વેક્સિનેશન થવા જઈ રહ્યું છે ત્યારે દેશ આ પ્રશંગે ઉજવણી તૈયારી શરુ કરાઈ છે. જે અંતર્ગતે ઉષા બ્રેકો કંપની જે જુનાગઢસહિતના યાત્રાધામ પર્વત ઉપર રોપવેનું સંચાલન કરે છે. ઉષા બ્રેકો કંપનીએ સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત પહેલા 100 લોકો જે સંપૂર્ણપણે વેક્સિનટેડ હશે તેમને રોપ વેની ફ્રી રાઈડકરાવશે. ગુજરાતના જૂનાગઢ ફરવા જતાં લોકો માટે પણ આ નિર્ણય લાભદાયી ગણી શકાય આ જૂનાગઢના ગીરનાર સહિત દેશના 7 સ્થળોએ રોપ વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો :વરણી / ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ
દેશમાં 100 કરોડ વેક્સિનેશન થવા પર ઉજવણીનો માહોલ જોવા મળશે. તેવામાં દિલ્હીની ઉષા બ્રેકો લિમિટેડે સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેના અંતર્ગત પહેલા 100 લોકો જે સંપૂર્ણપણે વેક્સિનેટેડ હશે તેમને ગુજરાત, ઉત્તરાખંડ અને કેરળના 7 સ્થળોએ રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો ;Exclusive / ગુજરાતમાં હજુ પણ ‘ફોનટેપિંગ’નો ડર! નેતાઓ અને અધિકારીઓએ ‘કોલિંગ’પેટર્ન બદલી
100 કરોડ વેક્સિનેશન થવા પર ઉષા બ્રેકો ભારત સરકાર સાથે મળીને આ ઉજવણીમાં સહભાગી બનવા માટે સામાન્ય જનતાને ફ્રીમાં રોપ-વેની સવારી કરાવશે. તેમાં સૌથી પહેલા આવનારા 100 લોકોને ફ્રી સેવાની તક આપવામાં આવશે. તેમાં ફ્રી રાઈડનો આનંદ માણવા ઈચ્છતા લોકોએ બંને ડોઝના વેક્સિનેશન સર્ટિફિકેટ દેખાડવા પડશે. તેમને દેશભરની 7 જગ્યાઓ ઉપર ઉપસ્થિત રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો ;ક્રુઝ ડ્રગ્સ કેસ / આર્યન ખાનને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલ પર શાહરૂખ ખાન પહોંચ્યા