સુરત,
સુરતમાં કામરેજ ગામમાં એક વ્યક્તિ ખાડામાં પડી જતા તેને બચાવવામાં આવ્યો હતો. યુવક શાકભાજી તોડવા જતા ઊંડા ખાડામાં પડ્યો હતો.
જે ઘટનાની જાણ સ્થાનિકોને થતા ફાયર બ્રિગોડને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડની ટિમ દ્વારા યુવાનને ખાડા માંથી બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. તાપી નદીના તટ પર આવેલ મોટા ખાડામાં શાકબાજી તોડવા જતા યુવક આ ખાડામાં પડ્યો હતો.