Murder/ આણંદ અને બોટાદમાં નજીવી બાબત અને રૂપિયાની લેતીદેતીમાં થઈ હત્યા

રાજ્યમાં બે જુદા-જુદા શહેરોમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ બન્યા છે. તેમા આણંદના તારાપુર ખાતે નજીવી બાબતે બે શીખ યુવાનો બાખડ્યા હતા અને તેમા ગુરદીપસિંઘ નામના શખ્સનું મૃત્યુ થયું છે. જ્યારે એક હત્યા બોટાદમાં થઈ છે. 

Top Stories Gujarat
YouTube Thumbnail 24 1 આણંદ અને બોટાદમાં નજીવી બાબત અને રૂપિયાની લેતીદેતીમાં થઈ હત્યા

ગાંધીનગરઃ રાજ્યમાં એક જ દિવસના જુદા-જુદા શહેરોમાં બનેલા હત્યાના બે બનાવે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. આમ તહેવારોની સુસ્તી માંડ-માંડ ઉતરતી હતી અને લાભપાંચમ પણ આવી નથી ત્યાં ગુનેગારોએ પોલીસ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. રાજ્યમાં બે જુદા-જુદા શહેરોમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ બન્યા છે. તેમા આણંદના તારાપુર ખાતે નજીવી બાબતે બે શીખ યુવાનો બાખડ્યા હતા અને તેમા ગુરદીપસિંઘ નામના શખ્સનું મૃત્યુ થયું છે. જ્યારે એક હત્યા બોટાદમાં થઈ છે.

તેમજ આણંદના તારાપુરમાં નજીવી બાબતે હત્યા કરવામા આવી છે. જેમાં બે યુવકો વચ્ચે બોલાચાલી બાદ ખુની હુમલો થયો હતો. હુમલામાં ગુરદીપસિંગ નામના શખ્સનું મોત થયુ છે. ગુરદીપસિંઘની હત્યા લવપ્રીતસિંઘ નામના અન્ય શીખ યુવાને કરી હતી. લવપ્રીતસિંઘે સામાન્ય બોલાચાલી પછી ગુસ્સે થઈ જઈને વાંદરીપાનુ ગુરદીપને ફટકારતા તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. ગુનો બન્યા પછી લવપ્રીતસિંઘ ફરાર છે. આ બંને યુવાનો ડાંગર કાપણી માટે પંજાબથી આવ્યા હતા. કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા હિંસાનો આ ખૂની ખેલ ખેલાયો હતો.

બોટાદના શીરવાણીયા ગામે યુવાનની હત્યા કરવામાં આવી છે. જેમાં અલ્પેશ વીરજા નામના યુવાનની હત્યા થઇ છે. ત્યારે પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા કરવામાં આવી છે. ગત રાત્રે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. જેમાં પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ અમદાવાદ/ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી

આ પણ વાંચોઃ Israel Hamas War/ ઇઝરાયેલની સેના હવે ગાઝામાં બુલડોઝર ચલાવવાની તૈયારી કરી રહી છે, હોસ્પિટલની બહાર તૈનાત છે

આ પણ વાંચોઃ ક્રાઈમ/ સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત