Not Set/ વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર કોને મળ્યો..?

દિવાળીપુરા ખાતે કોર્ટને ઉડાવી મૂકવાની ધમકી પોલીસ કંટ્રોલમાં ધમકી આપતો પત્ર મોકલાયો ક્રાઇમબ્રાંચ, SOG સહિત ઉચ્ચાધિકારીઓએ હાથ ધરી તપાસ વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી કોર્ટ એવી વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં પત્ર લખીને કોર્ટેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. […]

Gujarat Vadodara
  • દિવાળીપુરા ખાતે કોર્ટને ઉડાવી મૂકવાની ધમકી
  • પોલીસ કંટ્રોલમાં ધમકી આપતો પત્ર મોકલાયો
  • ક્રાઇમબ્રાંચ, SOG સહિત ઉચ્ચાધિકારીઓએ હાથ ધરી તપાસ

વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી કોર્ટ એવી વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં પત્ર લખીને કોર્ટેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

ધમકીભર્યો પત્ર મળતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ છે.  અને ક્રાઈમબ્રાન્ચ, SOG સહિતનો પોલીસકાફલાને જાણ કરી દેવામાં આવી છે.વડોદરામાં 130 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કોર્ટ એશિયાની સૌથી મોટી કોર્ટ છે.

કોઈ અસામાજિક તત્વેએ પોલીસ કંટ્રોલ રૂમમાં પત્ર લખીને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. અજાણ્યા શખ્સે હિન્દી ભાષામાં આ ધમકીભર્યો પત્ર લખ્યો હતો. ધમકીભર્યો પત્ર મળતાં જ પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી.

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં કોર્ટ સંકુલની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અને વસ્તુ કોર્ટની અંદર ન જાઈ તે માટે પોલીસે તકેદારીનાં તમામ પગલાં લઈ લીધા છે. તો આ પત્ર કોઈ ટીખણખોર દ્વારા લખાયો છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.