ક્રાઈમ/ સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

રતના અડાજણ વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને અડાજણ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 11 16T123028.766 સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

@અમિત રૂપાપરા 

  • સુરતના અડાજણમાં હોર્ન વગાડવા બાબતે હત્યા
  • અડાજણ વિસ્તારના સતંતુકારામ આવાસની ઘટના
  • હોર્ન વગાડી ટર્ન લેવાનું કહેતા થઇ હતી બબાલ
  • 21 વર્ષીય રિશી ભીરાડે નામના યુવકની કરાઈ હત્યા

Surat News: સુરત શહેરમાં એક તરફ લોકો તહેવારની ખુશી મનાવી રહ્યા છે. તો બીજી તરફ ક્રાઇમની ઘટના પણ વધી રહી છે. બે દિવસમાં હત્યાની બે ઘટના સામે આવી છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને અડાજણ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સંતતુકારામ આવાસમાં 21 વર્ષનો રિશી ભિરાડે નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો. રિશી તેના મિત્રો સાથે ક્યાંક બહાર જઈ રહ્યો હતો તે સમયે સંત તુકારામ અવાસના ગેટ પાસે એક અન્ય વાહનચાલકોને હોર્ન વગાડીને ટર્ન લેવાનું કહેતા રિશી અને વાહન ચાલકને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં વાહન ચાલકે પોતાની ગેંગના માણસોને તાત્કાલિક જ ઘટના સ્થળ પર બોલાવી લીધા હતા.

ત્યારબાદ આ ઈસમોએ સાથે મળીને રિશીને ઢોર માર્યો હતો અને આ ઘટનામાં ગંભીર ઇઝાના કારણે રિશી ઘટના સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ રિશી પરિવારના સભ્યો દ્વારા રિશીને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના ડોક્ટરે રિશીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં પુત્રનું મોત થતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ અડાજણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત


આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…, તું નીકળ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો

આ પણ વાંચો:બાયડ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 બાઇક સવારને કાળ ભરખી ગયો

આ પણ વાંચો:આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે:સી.આર.પાટી