- અમરેલીમાં ભાજપ મહિલા નેતાની હત્યાનો મામલો
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા
- અંતિમયાત્રામાં ભાજપના સ્થાનિક નેતાઓ પણ જોડાયા
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ગઈકાલ રાત્રે હત્યા કરવામાં આવી હતી. પતિ અને દીકરા પર પણ જીવલેણ હુમલો થયો હતો. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતાં પાડોશમાં રહેતા ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. બનાવમાં પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મધુબેન જોશીની અંતિમયાત્રા નીકળી છે. તમના અંતિમ દર્શન કરવા ભાજપના નેતા અને જ્ઞાતિ બંધુઓ પહોંચ્યા છે.
મધુબેન જોશી ભાજપમાં મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ સાથે ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય પણ હતા. જોકે હુમલા બાદ મધુબેન જોશીને હોસ્પિટલ ખસેડયા હતા. મહત્વનુ છે કે મધુબેન સાથે તેમના પુત્ર અને તેમના બહેનના પુત્ર પર પણ હુમલો થયો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં કાયદો વ્યવસ્થા અંગે આજે જ કોંગ્રેસી નેતા વિરજી ઠુંમ્મરે સવાલો ઉઠાવ્યા છે ત્યાં ભાજપના નેતાની હત્યા થતાં જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યાં છે. ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. બે આરોપીને મામુલી ઇજા પહોંચી છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ત્રીજો આરોપી પોલીસ કસ્ટડીમાં છે. હોસ્પિટલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:સચિન વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતા 7 લોકો દાઝ્યા
આ પણ વાંચો:યુવતીને કરંટ લાગ્યો, આઘાતમાં ભાવી પતિએ ખાધો ગળેફાંસો
આ પણ વાંચો:પલસાણામાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર કામદારોના મોત
આ પણ વાંચો:કતારગામમાં ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક પરથી ચાલી ગઈ કાર અને પછી…