sexually assaulted/ ફરીદાબાદમાં 3 વર્ષની બાળકી યૌન શોષણનો શિકાર બની, બચાવની બૂમો પાડતા હેવાને કરી હત્યા

ફરીદાબાદમાં સેક્ટર-58ની રાજીવ કોલોનીમાં 3 વર્ષની બાળકી રમી રહી હતી. ત્યારે પડોશમાં રહેતા 47 વર્ષના શખ્સે બાળકીને બિસ્કીટ અને નાસ્તાની લાલચ આપી પોતાના ઘરમાં બોલાવી તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો.

India
YouTube Thumbnail 2023 11 16T112818.289 ફરીદાબાદમાં 3 વર્ષની બાળકી યૌન શોષણનો શિકાર બની, બચાવની બૂમો પાડતા હેવાને કરી હત્યા

મહિલાઓ અને બાળકીઓ પર યૌન શોષણની ઘટના વધી છે. 3 વર્ષની કુમળી માસૂમ બાળકોએ લોકોની હેવાનિયતનો શિકાર બની રહી છે. હરિયાણામાં ફરિદાબાદનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 3 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બની. બાળકીએ બચાવ માટે બૂમો પાડી ત્યારે નરાધમે તેની હત્યા કરી તેના મૃતદેહને બાથરૂમમાં સંતાડી દીધો. પોલીસે આરોપીની અટકાયત કરી.

ફરીદાબાદમાં સેક્ટર-58ની રાજીવ કોલોનીમાં 3 વર્ષની બાળકી રમી રહી હતી. ત્યારે પડોશમાં રહેતા 47 વર્ષના શખ્સે બાળકીને બિસ્કીટ અને નાસ્તાની લાલચ આપી પોતાના ઘરમાં બોલાવી તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. જ્યારે ઘરની બહાર રમતી બાળકી અચાનક ગુમ થતા તેના માતા-પિતાએ શોધખોળ શરૂ કરી. રાત સુધી તેના કોઈ ખબર ના મળતા માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી. 3 વર્ષની બાળકી ગુમ થતા પોલીસે પણ તાત્કાલિક શોધખોળ શરૂ કરી. પોલીસ તપાસ દરમ્યાન બાળકી પર દુષ્કર્મ થયાની સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.

બાળકીને યૌન શૌષણનો શિકાર બનાવનાર રાજીવ કોલોનીમાં રહેતો તેમનો પડોશી હોવાનું સામે આવ્યું. 47 વર્ષીય આ શખ્સ મજૂરનું કામ કરે છે અને રાજીવ કોલોનીમાં ભાડૂઆત તરીકે રહે છે. તેની સાથે એ મકાનમાં અન્ય વ્યક્તિ પણ રહે છે જે કંપનીમાં કામ કરે છે. કંપનીમાં કામ કરનાર શખ્સ રાત્રે સાડા નવ વાગ્યે નોકરીથી ઘરે પહોંચ્યા બાદ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો ત્યારે તેણે અંદર એક થેલી પડેલી જોઈ. અને સાથે રહેતા અન્ય ભાડૂઆતની હિલચાલ પર શંકા જતા બહાર પોલીસ બાળકીને શોધખોળ કરતી હતી તેને જાણ કરી.

કંપનીના માણસે ધ્યાન દોર્યા બાદ પોલીસે બાથરૂમમાં પડેલ થેલીની તપાસ કરી. લોકોની હાજરીમાં જ પોલીસે આ થેલી ખોલી જેમાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પરિવારજનોએ બાળકીની ઓળખ કરી હતી. આ ઘટનામાં વધુ તપાસ કરતા ધ્યાનમાં આવ્યું કે બાળકી પર દુષ્કર્મ થયુ છે અને તેના ગરદન પર બ્લેડથી હુમલો કરી હત્યા કરવામાં આવી છે. કંપનીમાં કામ કરતા માણસે અન્ય ભાડૂઆતની હિલચાલ અંગે શંકા વ્યક્ત કરતા પોલીસે તેની પકડીને આકરી પૂછપરછ કરતા નરાધમે હત્યાની કબૂલાત કરી. મજૂર તરીકે કામ કરનાર શખ્સે કબૂલાત કરી કે તેણે પડોશમાં રહેતી 3 વર્ષની બાળકીનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને જ્યારે બાળકી બચાવ માટે બૂમો પાડી રડવા લાગી ત્યારે તેની હત્યા કરી.


whatsapp ad White Font big size 2 4 ફરીદાબાદમાં 3 વર્ષની બાળકી યૌન શોષણનો શિકાર બની, બચાવની બૂમો પાડતા હેવાને કરી હત્યા


આ પણ વાંચો : Fire/ બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં આગ લાગી, 19 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો : India Canada Issue/ ‘કેનેડાએ હજુ સુધી ભારતને પુરાવા આપ્યા નથી’, વિદેશ મંત્રી એસ જયશંકરે લંડનમાં ટ્રુડોને ફટકાર લગાવી

આ પણ વાંચો : Israel Hamas War/ યુએનએ ગાઝા પટ્ટીમાં લડાઈ બંધ કરવાની હાકલ કરી, યુદ્ધ પછી પ્રથમ વખત મૌન તોડ્યું