Not Set/ દિલ્હીમાં નથી સુધરી રહી સ્થિતિ, હજુ પણ ઝેરી બનેલી છે હવા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. તમામ પ્રયાસો છતાં પ્રદૂષણની સમસ્યા હલ થઈ રહી નથી. અહીં વાયુ પ્રદૂષણની ગંભીર…

Top Stories India
દિલ્હીમાં

બદલાતા હવામાન વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. તમામ પ્રયાસો છતાં પ્રદૂષણની સમસ્યા હલ થઈ રહી નથી. અહીં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિ ફરી એકવાર સામે આવી, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો.

આ પણ વાંચો :ઓમિક્રોનની દહેશત વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો સાથે કરી મહત્વની બેઠક

પ્રદુષણની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અહીં બાંધકામ પર પ્રતિબંધ સહિતના અનેક પગલા લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ પ્રદૂષણની સ્થિતિ ગંભીર છે. વાયુ પ્રદૂષણ પર નજર રાખતી કેન્દ્ર સરકારની એજન્સી સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 51 અને 100 ની વચ્ચેનો AQI ‘સંતોષકારક’ અથવા ‘ખૂબ સારો’ માનવામાં આવે છે, જ્યારે 101-200 ‘સરેરાશ’ છે અને 201-300 ની વચ્ચેનો AQI ‘નબળો’ માનવામાં આવે છે. જ્યારે, 300-400ના AQIને ‘ખૂબ જ નબળો’ ગણવામાં આવે છે અને 401-500 વચ્ચેના AQIને ‘જોખમી’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

આ પણ વાંચો :ચક્રવાતી તોફાન ‘જવાદ’ને ધ્યાનમાં રાખીને રેલવેએ 3 અને 4 ડિસેમ્બરે 95 ટ્રેનો રદ કરી

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો છે, જેમાં આજે (2 ડિસેમ્બર, ગુરુવાર) એક મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. અહીં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, કોર્ટે તાજેતરમાં બાંધકામ કાર્ય પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને દિલ્હી સરકારે થોડા દિવસોના પ્રતિબંધો પછી મંજૂરી આપી હતી.

દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને શાળાઓ પણ લગભગ બે અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે હવે શાળાઓ ખોલવામાં આવી છે અને કચેરીઓ પણ રાબેતા મુજબ કામ કરી રહી છે. સુપ્રિમ કોર્ટની આજની સુનાવણીમાં બાંધકામના કામો પરના નિયંત્રણો અંગે મહત્વનો નિર્ણય આવવાની આશા છે.

આ પણ વાંચો :શ્રીનગરના રાજૌરી કદલમાં આતંકવાદી હુમલો, ટ્રાફિક પોલીસકર્મી શહીદ

આ પણ વાંચો :વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી ઓમિક્રોન સૈાથી વધારે યુવાનોને પ્રભાવિત કરે છે!

આ પણ વાંચો :વર્લ્ડ એથલેટિક્સે અંજુ બોબી જ્યોર્જને વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા