Not Set/ RTI માં થયો ખુલાસો, રાવત સરકારે પુર રાહત ફંડમાંથી કોહલીને ચૂકવ્યા 47 લાખ

નવી દિલ્હીઃ વિધાનસભા ચુંટણીના પરિણામ આવતા પહેલા ઉતરાખંડ સરકાર એક નવા વિવાદમાં ફસાય શકે છે. એક આરટીઆઇ દ્વારા જાણવા મળ્યું છે કે, હરીશ રાવત સરકારે ક્રિકેટર વિરાટ કોહલીને જુન 2015 માં 60 સેકેન્ડના એક વિડીયો માટે 47.19 કરોડ રૂપિયા આપ્યા હતા. આ રકમની ચૂકવણી 2013માં આવેલી ભયાનક પૂરના રાહત ફંડમાંથી કરવામાં આવી હતી. કોહલીને અત્યારે […]

India
RTI માં થયો ખુલાસો, રાવત સરકારે પુર રાહત ફંડમાંથી કોહલીને ચૂકવ્યા 47 લાખ

નવી દિલ્હીઃ વિધાનસભા ચુંટણીના પરિણામ આવતા પહેલા ઉતરાખંડ સરકાર એક નવા વિવાદમાં ફસાય શકે છે. એક આરટીઆઇ દ્વારા જાણવા મળ્યું છે કે, હરીશ રાવત સરકારે ક્રિકેટર વિરાટ કોહલીને જુન 2015 માં 60 સેકેન્ડના એક વિડીયો માટે 47.19 કરોડ રૂપિયા આપ્યા હતા. આ રકમની ચૂકવણી 2013માં આવેલી ભયાનક પૂરના રાહત ફંડમાંથી કરવામાં આવી હતી. કોહલીને અત્યારે ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ બીજેપી સભ્ય છે.

ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર અનુસાર કોહલીના એજેન્ટનું કહેવું છે કે,  કોઇ પણ પ્રકારના પૈસાની લેવડ દેવડ નથી કરવામાં આવી.તેમજ હરિષ રાવતના મીડિયા પ્રભારી સુરન્દ્ર કુમારનું કહેવું છે કે, ટુરિઝમ રાજ્યના અર્થ વ્યવસ્થાનો મુખ્ય આધાર છે. જો તેને પ્રોત્સહિત કરવા માટે કોઇ જાણીતા ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેમા શુ ખોટું છે.? દરેક વસ્તુ કાયદાની અંદર રહીને કરવામાં આવી છે. તમામ આરોપો ખોટા છે. કુમારે કહ્યું હતું કે, બીજેપી ચૂંટણી હારી રહી છે. એટલા માટે પોતાની હતાશા આવી રીતે આરોપ લગાવીને કાઢી રહી છે.

સુરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, કોહલીના પ્રતિનિધિનું કહેવું છે કે, પ્રદેશની સરકાર તરફથી કોઇ રકમ નથી મળી. આ સંબંધમાં સંબંધિત વિભાગ પાસેથી ચેકના વિવરણની જાણકારી લેવામાં આવશે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ અજેન્દ્ર અજયનું કહેવું છે કે, આરટીઆઇમાં ચોખ્ખું કહેવામાં આવ્યુ છે કે, કોહલીને ચૂકવણી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂદ્રપ્રયાગ તરફથી કરવામાં આવ્યું છે. જ્યારે તેની સ્વીકૃતિ ઉતરાખંડ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ બોર્ડ તરફથી ઇમેલ પર મળી છે.