Not Set/ કારગિલ વિજય દિવસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ શૂરવીરોને આપી શ્રદ્ધાંજલિ

આજે કારગિલ વિજય દિવસના 20 વર્ષ પુરા થઇ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રસંગે દ્રાસ મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને ટ્વિટ કરી યાદ કર્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે કારગિલ વિજય દિવાસ આપણા રાષ્ટ્ર માટે 1999 માં કારગિલના શિખરો પર સશસ્ત્ર દળોની વીરતાને યાદ કરવાનો દિવસ છે. આ […]

Top Stories India
aaw કારગિલ વિજય દિવસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ શૂરવીરોને આપી શ્રદ્ધાંજલિ

આજે કારગિલ વિજય દિવસના 20 વર્ષ પુરા થઇ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રસંગે દ્રાસ મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને ટ્વિટ કરી યાદ કર્યા છે.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે કારગિલ વિજય દિવાસ આપણા રાષ્ટ્ર માટે 1999 માં કારગિલના શિખરો પર સશસ્ત્ર દળોની વીરતાને યાદ કરવાનો દિવસ છે. આ પ્રસંગે, આપણે ભારતની સુરક્ષા કરનાર યોદ્ધાઓના ધૈર્ય અને શૌર્યને નમન કરીએ છીએ.

આજે કારગિલ વિજય દિવસ હિંદુસ્તાન માટે ગર્વનો દિવસ છે. આજના જ દિવસે હિન્દુસ્તાને કારગિલની ટેકરીઓમાંથી છ પાકિસ્તાની ઘૂસણખોરોને ફેંકી દીધા હતા. કારગિલ યુદ્ધને 20 થઇ ગયા છે.

કારગિલ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  દ્રાસમાં શૂરવીર શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. કારગિલએ એક યુદ્ધ હતું જેમાં દુશ્મન ક્યારે માથા પર આવીને બેસી ગયા એ ત્યારે હિંદુસ્તાનને ખબર ન હતી, પરંતુ 20 વર્ષ પછી આ વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

કારગિલ વિજય દિવસના પ્રસંગે, વડાપ્રધાનએ કહ્યું, “માં ભારતીના બધા વીરપુત્રોને સલામ કરું છું.” આ દિવસ આપણને આપણા સૈનિકોની હિંમત, બહાદુરી અને સમર્પણ યાદ અપાવે છે. આ પ્રસંગે, તે શૂરવીર યોદ્ધાઓ પ્રત્યે મારી નમ્ર શ્રદ્ધાંજલિ, જેણે માતૃભૂમિની સંરક્ષણમાં તેમનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું.

ચીફ ઓફ એર સ્ટાફે જણાવ્યું કે આજે આપણા પાસે યુવી અને સંચારના વધુ સારા સાધનો છે. હવે પાકિસ્તાન કારગિલની જેમ ઘૂસણખોરી કરી શકશે નહીં. તેમણે કહ્યું કે આગામી સમયમાં અમારે રાફેલ આવશે, એસ 400 આવશે. આ અમારી તાકાત વધારો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.