Not Set/ બફારાથી કંટાળી ગયેલા અમદાવાદીઓએ વરસાદનું આગમન થતા લીધો રાહતનો શ્વાસ

ગુજરાતમાં વરસાદનું આગમન થઇ ગયુ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદથી રિસાયેલા મેઘરાજાએ આખરે પોતાના દર્શન આપ્યા છે. અમદાવાદમાં ગઇ કાલ રાત્રે એટલે કે ગુરુવારે રાત્રીથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ જે સવારે પણ અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદમાં વરસાદ પડતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહી ઘણા દિવસોથી વરસાદી […]

Ahmedabad Gujarat
Ahmedabad Rain 1 બફારાથી કંટાળી ગયેલા અમદાવાદીઓએ વરસાદનું આગમન થતા લીધો રાહતનો શ્વાસ

ગુજરાતમાં વરસાદનું આગમન થઇ ગયુ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદથી રિસાયેલા મેઘરાજાએ આખરે પોતાના દર્શન આપ્યા છે. અમદાવાદમાં ગઇ કાલ રાત્રે એટલે કે ગુરુવારે રાત્રીથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ જે સવારે પણ અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.

અમદાવાદમાં વરસાદ પડતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહી ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ પરંતુ વરસાદ ન પડતા બફારો વધી ગયો હતો ત્યારે હવે વરસાદે અહી આગમન કરતા ગરમીથી લોકોને રાહત મળી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અહી દિવસની શરૂઆત ઝરમર વરસાદ સાથે થઇ છે. આપને જણાવી દઇએ કે, એસજી હાઇ વે, વૈષ્ણોદેવી સહિતનાં વિસ્તારોમાં વરસાદી ઝાંટા પડ્યા છે. અદાવાદનાં પૂર્વ વિસ્તારની વાત કરીએ તો ઇસનપુર, ઘોડાસર, મણિનગર સહિતનાં વિસ્તારો સાથે રાયપુર ખાડિયા, લાલ દરવાજા, આંબાવાડી સહિતનાં વિસ્તારોમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો.

હાલમાં વરસાદ ઘણી જગ્યાએ બંધ થયો છે પરંતુ વાદળ છાયુ વાતાવરણ હજુ પણ દેખાઇ રહ્યુ છે. વાદળ છાયા વાતાવરણને જોતા દિવસ દરિમયાન થોડા થોડા અંતરાલમાં વરસાદ પડતો રહે તેવી સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.