Not Set/ વડોદરા/ ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો, હાડવૈદુ કરવાનાં બહાને ઘણાં લોકો પાસેથી ખંખેર્યા રૂપિયા

યુવતીની અપંગતા દૂર કરવાનાં બહાને પૈસા પડાવ્યાં નકલી ડોક્ટરે યુવતી પાસેથી 2 લાખ રૂ. પડાવ્યાં રાવપુરા પોલીસે ઝોલાછાપ ડોક્ટરની કરી ધરપકડ મૂળ રાજસ્થાનનાં ઇમ્તિયાઝ હનીફ મહોમ્મદ શેખની ધરપકડ હાડવૈદુ કરવાનાં બહાને ઘણાં લોકો પાસેથી રૂપિયા પડાવ્યાં બોગસ તબીબ માટે દર્દી લાવનાર રાજુ નામનાં શખ્સની તપાસ વડોદરાના રાવપુરા ખાતેથી પોલીસ દ્વારા એક ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ કરવામાં […]

Gujarat Vadodara
BHUPENDRA SINH 1 વડોદરા/ ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો, હાડવૈદુ કરવાનાં બહાને ઘણાં લોકો પાસેથી ખંખેર્યા રૂપિયા
  • યુવતીની અપંગતા દૂર કરવાનાં બહાને પૈસા પડાવ્યાં
  • નકલી ડોક્ટરે યુવતી પાસેથી 2 લાખ રૂ. પડાવ્યાં
  • રાવપુરા પોલીસે ઝોલાછાપ ડોક્ટરની કરી ધરપકડ
  • મૂળ રાજસ્થાનનાં ઇમ્તિયાઝ હનીફ મહોમ્મદ શેખની ધરપકડ
  • હાડવૈદુ કરવાનાં બહાને ઘણાં લોકો પાસેથી રૂપિયા પડાવ્યાં
  • બોગસ તબીબ માટે દર્દી લાવનાર રાજુ નામનાં શખ્સની તપાસ

વડોદરાના રાવપુરા ખાતેથી પોલીસ દ્વારા એક ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. લકવાની બિમારી દૂર કરવાના નામે યુવતી પાસેથી રૂપિયા 2 લાખની છેતરપિંડી કરનાર બોગસ તબીબની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બોગસ ડોક્ટર દ્વારા વિવિધ લોકો પાસેથી સર્વાસના નામે રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હતી. બોગસ ડોક્ટર મૂળ રાજસ્થાનનાં ઇમ્તિયાઝ હનીફ મહોમ્મદ શેખે  લકવાગ્રસ્ત યુવતીના પગમાંથી ખરાબ લોહી કાઢવાના એક ટીપાના રૂપિયા 3000 પ્રમાણે 79 ટીપા કાઢીને 2.37 લાખનું બીલ દર્દીના પરિવારને આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, યુવતી બાળપણમાં લકવાનો ભોગ બની હતી, ઓક્ટોબર-19 સયાજી હોસ્પિટલ પાસે આવેલી બેંકમાં આ યુવતી કોઈ કામ માટે ગઇ હતી. તે સમયે તેને રાજુ નામની એક વ્યક્તિ મળ્યો હતો. અને લકવાની બીમારી દૂર કરી આપવાની વાત કરી હતી. કોઇ પણ વ્યક્તિ લકવાની બીમારી દૂર થાય તેમ ઇચ્છતી હોય છે.

આથી આ યુવતી પણ  પોતાની બીમારી દૂર થાય તે માટે આ ગઠીયાના વિશ્વાસમાં આવી ગઇ હતી. વિશ્વાસમાં આવી ગયેલી યુવતીને આ રાજુ એ  બીમારી દૂર કરતા તેના  પિતા ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખનો મોબાઇલ નંબર આપ્યો હતો. જે નંબર ઉપર સંપર્ક કરતા બોગસ તબીબ ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખ વડોદરા આવ્યા બાદ સંપર્ક કરીશ. અને તમારી લકવાની બિમારી દૂર કરી દઇશ. ચિંતા કરશો નહીં.

દરમિયાન બોગસ ડોકટર ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખ દિવાળીના સમયમાં લકવાગ્રસ્ત યુવતીના ઘરે આવ્યો હતો. અને લકવાની બીમારીની સારવારનું નાટક શરૂ કર્યું હતું. લકવાગ્રસ્ત યુવતીના ડાબા પગમાં પિત્તળની પાઇપથી ખરાબ લોહી કાઢવું પડશે. અને એક ટીપું ખરાબ લોહી કાઢવાના રૂપિયા 3000 પરિવાર સાથે નક્કી કર્યાં હતા. બોગસ ડોક્ટરે 79 ટીપા કાઢીને રૂપિયા 2.37 લાખ થયા હોવાનું પરિવારને જણાવ્યું હતું. પરિવારે બીલમાં ઘટાડો કરવાનું જણાવતા ભેજાબાજે રૂપિયા 37 હજાર ઓછા કરી આપ્યા હતા.

પરંતુ રૂપિયા લીધા બાદ બોગસ ડોક્ટર ફરાર થઇ જતા યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને રાવપુરા પોલીસે આરોપી બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.