Not Set/ ECનો BJP ને આદેશ, વિવાદિત નિવેદન આપનાર અનુરાગ ઠાકુર-પ્રવેશ વર્માને સ્ટાર પ્રચારક લિસ્ટથી હટાવો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર દરમિયાન ચર્ચામાં આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માની બોલતી ચૂંટણી પંચે બંધ કરી દીધી છે. ચૂંટણી પંચે બંને નામોને ભાજપનાં સ્ટાર પ્રચારકની યાદીમાંથી હટાવવાનો હુકમનામું બહાર પાડ્યું છે. જેનો અર્થ એ થયો કે આ બંને નેતાઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી માટે પ્રચાર કરી શકશે નહીં. આપને […]

Top Stories India
Anurag Tahkur and Pravesh Verma ECનો BJP ને આદેશ, વિવાદિત નિવેદન આપનાર અનુરાગ ઠાકુર-પ્રવેશ વર્માને સ્ટાર પ્રચારક લિસ્ટથી હટાવો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર દરમિયાન ચર્ચામાં આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માની બોલતી ચૂંટણી પંચે બંધ કરી દીધી છે. ચૂંટણી પંચે બંને નામોને ભાજપનાં સ્ટાર પ્રચારકની યાદીમાંથી હટાવવાનો હુકમનામું બહાર પાડ્યું છે. જેનો અર્થ એ થયો કે આ બંને નેતાઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી માટે પ્રચાર કરી શકશે નહીં.

આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર સોમવારે રિઠાલામાં ભાજપનાં ઉમેદવાર મનીષ ચૌધરીનાં સમર્થનમાં જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા. આ રેલીમાં તેમણે ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હતા. પાંચ મિનિટ સુધી અનુરાગ ઠાકુરે ‘દેશનાં ગદ્દારોને ગોળી મારો…’ ના નારા લગાવડાવ્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો હતો. વળી, મંગળવારે એક ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં પશ્ચિમ દિલ્હીનાં સાંસદ પ્રવેશ વર્માએ શાહીનબાગ અંગે વાંધાજનક નિવેદન આપ્યુ હતુ.

એકવાર ફરી વિવાદિત નિવેદનમાં પ્રવેશ વર્માએ કહ્યું હતુ કે, ‘અરવિંદ કેજરીવાલ કહે છે કે તેઓ શાહીન બાગની સાથે છે અને દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પણ કહે છે કે તેઓ શાહીન બાગની સાથે છે. દિલ્હીનાં લોકો જાણે છે કે કાશ્મીરમાં થોડા વર્ષો પહેલા જે આગ લાગી હતી તે કાશ્મીરી પંડિતોની બહેનો અને પુત્રીઓ સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. તે પછી આ આગ યુપીમાં ચાલુ રહી, હૈદરાબાદમાં ચાલુ રહી, કેરળમાં પણ ચાલુ રહી, આજે તે આગ દિલ્હીનાં એક ખૂણામાં લાગી ગઈ છે. લાખો લોકો ત્યાં ભેગા થાય છે અને તે આગ ગમે ત્યારે પણ દિલ્હીનાં ઘરો સુધી પહોંચી શકે છે.’

પ્રવેશ વર્માએ વધુમાં કહ્યું કે, ‘દિલ્હીનાં લોકોએ વિચારશીલ નિર્ણય લેવો પડશે. આ લોકો તમારા ઘરોમાં પ્રવેશ કરશે, તમારી બહેનો અને પુત્રીને ઉઠાવશે, તેમની સાથે દુષ્કર્મ કરશે, તેમની હત્યા કરશે. તેથી, આજે સમય છે, કાલે મોદીજી બચાવવા નહીં આવે, કાલે અમિત શાહજી બચાવવા આવશે નહીં, આજે સમય છે, દિલ્હીની જનતા આજે જાગે તો સારું. દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી દિલ્હીનાં લોકો પોતાને સલામત સમજશે. જે દિવસે કોઈ અન્ય દેશનો વડા પ્રધાન બનશે તે દિવસે લોકોને સલામત નહીં લાગે. જો દિલ્હીમાં ભાજપ સરકાર બને છે, તો શાહીન બાગ એક કલાકમાં ખાલી થઈ જશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.