Not Set/ રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા

ગુરમીત રામ રહીમને સીબીઆઈ કોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં સજા ફટકારી છે.

India
આજીવન કેદની સજા રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને

બાબા ગુરમીત રામ રહીમને ડેરા મેનેજર રણજીત સિંહની હત્યામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પંચકુલાની સીબીઆઈ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. 2002 માં ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

એક નનામી પત્ર ફરવામાં તેની શંકાસ્પદ ભૂમિકા માટે તેની હત્યા કરવામાં આવી હતી. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ડેરાના વડા કઈ રીતે ડેરા હેડક્વાર્ટરમાં મહિલાઓનું જાતીય શોષણ કરે છે.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, ડેરા ચીફ રામ રહીમનું માનવું હતું કે આ બેનામી પત્રના વાઈરલ થવા પાછળ  રણજીત સિંહનો હાથ હતો અને તેણે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ગુરમીત રામ રહીમને 2017 માં બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા માટે તેને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે. આ ત્રીજો સીબીઆઈ કેસ છે જેમાં રામ રહીમને સજા ફટકારવામાં આવી છે. તેની સામે બીજો કેસ છે. આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મહારાષ્ટ્ર / કલ્યાણની જેલમાં 20 કેદીઓ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ચિંતા / RSSએ બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

નિવેદન / શિવસેનાના નેતા સંજ્ય રાઉતે કાશ્મીર મામલે સરકારને શું કહ્યું જાણો…