Not Set/ video: દારૂ બંધ કરાવવા નીકળેલા હાર્દિક, અલ્પેશે જ કર્યું કાયદાનું ઉલ્લંઘન, વાંચો

ગાંધીનગર ગાંધીનગરમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની ગાડીને રોકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ  હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જનતા રેડ પાડીને પરત ફરી રહ્યા હતા. તે સમયે પોલીસ દ્વારા હાર્દિક અને અલ્પેશની ગાડી રોકવામાં આવી હતી. જેમાં એક ગાડીની નંબર પ્લેટ કાયદેસર ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે  SPએ કાયદેસરની […]

Top Stories Gujarat Trending Videos
dsaad 5 video: દારૂ બંધ કરાવવા નીકળેલા હાર્દિક, અલ્પેશે જ કર્યું કાયદાનું ઉલ્લંઘન, વાંચો

ગાંધીનગર

ગાંધીનગરમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની ગાડીને રોકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ  હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જનતા રેડ પાડીને પરત ફરી રહ્યા હતા. તે સમયે પોલીસ દ્વારા હાર્દિક અને અલ્પેશની ગાડી રોકવામાં આવી હતી. જેમાં એક ગાડીની નંબર પ્લેટ કાયદેસર ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે  SPએ કાયદેસરની કાર્યવાહી કરવાની કડક સુચના આપી છે.

આજે  ગાંધીનગરમાં દેશીદારૂના અડ્ડાઓ પર જીજ્ઞેશ, હાર્દિક અને અલ્પેશ ઠાકોરનો પોલીસને પડકાર ફેંક્યો હતો. આદીવાડામાં અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશ મેવાણીની જનતા રેડ પાડતા દેશી દારૂના અડ્ડા પર આ ત્રિપુટીનાં દરોડા બાદ બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી. અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશ મેવાણીની જનતા રેડ બાદ પોલીસ બેકફૂટ પર આવી ગઈ છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ દર્દીઓની સોલા સિવિલ ખાતે મુલાકત લીધી હતી. હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સ્થિતી અંગે જાણકારી મેળવી હતી. ત્યાર બાદ તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતુ કે સરકાર દ્વારા દારૂ બંધીના કાયદાનો કડક રીતે અમલ કરવામાં નથી આવતો જેને કારણે યુવાધન બર્બાદ થઈ રહ્યું છે.